ગગનયાનમાં જનારા ભારતીય અંતરિક્ષયાત્રીઓ માટે ચંદ્ર પર ખાવાનું શું હશે? આ રહ્યું લિસ્ટ

isro-gaganyaan-mission-what-indian-astronauts-eat-during-journey-to-moon

ભારત 2021 સુધીમાં પોતાનું માનવયુક્ત મિશન અંતરિક્ષમાં મોકલી શકે છે. આ અંતરિક્ષયાત્રીઓ માટે વિશેષ રીતે ખાવાની પસંદગી કરવામાં આવી રહી છે. જેમાં શાકાહારી ફૂડ અને માંસાહરી ફૂડ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કોઈપણ દેશ અંતરિક્ષયાત્રીઓને વિદેશમાં મોકલે ત્યારે નાસા દ્નારા નક્કી કરાયેલા ખાદ્યપદાર્થના નિયમને અનુસરવાનો રહે છે. જેમાં ધ્યાન રાખવાનું રહે છે કે કોઈ કિટાણુ ધરતી પરથી અંતરિક્ષમાં ના પહોંચી જાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: દેશના જવાનોએ સરહદ પર દીવડા પ્રગટાવી કરી દિવાળીની ઉજવણી

isro-gaganyaan-mission-what-indian-astronauts-eat-during-journey-to-moon

કોણ તૈયાર કરી રહ્યું છે ખાવાનું?
અંતરિક્ષયાત્રીઓ જ્યારે પ્રવાસ કરે છે ત્યારે તેમના માટે ખાવાનું તૈયાર કરવાની જવાબદારી દેશમાં ડિફેન્સ ફૂડ રિચર્સ લેબોરેટરીને આપેલી છે. આ સંસ્થા એવી ખાદ્યપદાર્થોની પસંદગી કરે છે જેને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય અને તે બગડે નહીં. આ ખાદ્યપદાર્થો નક્કી કરી લેવાયા છે અને તે ઈસરોને ટેસ્ટિંગ માટે મોકલવવામાં આવ્યા છે.

READ  ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે, જુઓ VIDEO

isro-gaganyaan-mission-what-indian-astronauts-eat-during-journey-to-moon

કુલ 4 અંતરિક્ષયાત્રીની પસંદગી ભારતે ગગનયાન મિશન માટે કરી છે. જો કે ઈસરો દ્નારા તેમના નામ આપવામાં આવ્યા નથી. ઈસરો આ 4 યાત્રીઓને પ્રશિક્ષણ માટે રશિયા મોકલશે અને ત્યાર કેવી રીતે અંતરિક્ષમાં કામ કરવું તે અંગેની તમામ જાણકારી તેઓ મેળવશે.

શું શું સાથે રહેશે ભારતીય અંતરિક્ષયાત્રીઓનું મેનુ?

isro-gaganyaan-mission-what-indian-astronauts-eat-during-journey-to-moon
એક પેકેટની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે અને તે પેકેટને ખોલ્યા બાદ તરત જ ગરમ કરીને ખાવાનું તૈયાર કરી શકાશે. પેકેટ ખોલ્યા બાદ 24 કલાકમાં ખાવાનું ખતમ કરવાનું રહેશે. જાણકારી મુજબ મટર પનીર, ઈડલી સંભાર, ચિકન કરી, ચિકન બિરયાનો સ્વાદ ચાખી શકશે. આ સિવાય વેજીટેબલ પુલાવ અને અનાનસનો સ્વાદ પણ અંતરિક્ષયાત્રીઓ ઉઠાવી શકશે. ખાવાનું ગરમ કરવા માટે એક ડિવાઈસ પણ ઈસરો સાથે આપશે. ભારતનું ગગનયાન મિશન 2021ના વર્ષનું મહત્ત્વનું મિશન રહેશે.

READ  અવકાશી મહાસત્તા તરફ ભારતની આગેકૂચ, આ બે મહિલાઓના હાથમાં મિશન ચંદ્રયાનની કમાન

 

 

Top News Headlines From Ahmedabad : 25-02-2020 | Tv9GujaratiNews

FB Comments