કેરળના નિવાસી અને ઈસરોમાં વૈજ્ઞાનિક એસ.સુરેશની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા

હૈદરાબાદના અસ્સાર નગરમાં એક વૈજ્ઞાનિકની હત્યા કરવામાં આવી છે. ઈસરોના વૈજ્ઞાનિક સુરેશની હત્યા કરી દેવાઈ છે. અજાણ્યા લોકો દ્વારા એસ.સુરેશની હત્યા અમીરપેટ વિસ્તારમાં તેના ઘરમાં ઘૂસીને કરી છે. હત્યા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. જો કે આ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મહિલા બોલરે આપી ચેલેન્જ તો સંન્યાસ હોવા છતાં સચિન ઉતર્યા મેદાનમાં, જુઓ VIDEO

 

આ પણ વાંચોઃ વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન કરવા જવું પડ્યું ભારે, નવજોત સિદ્ધુની સાથે થઈ ધક્કામુક્કી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કેરળના નિવાસી સુરેશ પોતાના ઘરમાં એકલા હતા. અને પોતાની ઓફિસમાં પણ સૂચના આપી નહોતી. જેને લઈ ઓફિસના કર્મચારીઓ દ્વારા એસ.સુરેશને વારંવાર ફોન કરાયો હતો. જો કે ફોનનો જવાબ ન મળતા કર્મચારીઓ દ્વારા તેમની પત્નીને સતર્ક કરાયા હતા. જે ચેન્નઈની એક બેંકમાં કર્મચારી છે. પોલીસને એવી આશંકા છે કે, કોઈ ભારે પદાર્થથી હત્યા કરાઈ છે. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.

READ  ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને બહેન આવ્યા આમને-સામને! જાણો રવિન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચારમાં કોનો આપશે સાથ? બહેને કર્યો ખુલાસો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments