રાહુલ ગાંધીના રાજીનામાં અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું હાસ્યાસ્પદ નિવેદન, જુઓ વીડિયો

ભાજપના જંગી વિજય પછી ભાજપના સંસદીય સભ્ય બોર્ડની મિટીંગ ભાજપ અધ્યક્ષ અમિત શાહ તરફથી બોલાવવામાં આવી છે. આ મિટિંગમાં વડાપ્રધાન મોદી અને નવા ચૂંટાયેલા નવા સંસદ સભ્યો હાજર રહેશે અને પક્ષના નેતા પસંદ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે.

 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીના રાજીનામાંને લઈને કહ્યું કે તે રાજીનામું આપે કે ના આપે તેનાથી કોઈ ફેર પડવાનો નથી. આટલી કારમી હાર પછી ઔપચારિકતા પણ ન કરે તો વધારે ખરાબ લાગે તેથી તેમને રાજીનામાંની વાત કરી પણ કોંગ્રેસ કમિટીએ તેમની ઓફરને નકારી કાઢી છે, તેથી આ દેખાડા પુરતી પ્રક્રિયા હોય તેવું લાગી રહ્યું છે.

READ  અમદાવાદની ધંધુકા APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.5520, જાણો જુદા-જુદા પાકોના ભાવ

આ પણ વાંચો: રાજીનામું આપવાની જીદ કરતાં રાહુલ ગાંધી અંતે મનમોહન સિંહની આ વાત પર માની ગયા

FB Comments