વિજય માલ્યાને ભારત લાવવા માટે કેટલાય ધમપછાડા કરવામાં આવે, પણ હાલની મોદી સરકાર વિજય માલ્યાને ભારત લાવવાનું કામ નહીં કરી શકે, કારણ જાણીને ચોંકી જશો !

બ્રિટન સરકારે ભારતીય કારોબારી, 9 હજાર કરોડના કૌભાંડના આરોપી તથા ભારતના પ્રથમ આર્થિક ભાગેડુ ગુનેગાર વિજય માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી દીધી છે.

વિજય માલ્યા 2016થી બ્રિટનમાં છે. લગભગ 2 મહિના પહેલા લંડનની એક નિચલી કોર્ટે માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. અદાલતી ચુકાદા બાદ બ્રિટનના ગૃહ પ્રધાને તેના પર નિર્ણય કરવાનો હતો.

બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ વાજિદે હવે માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી દીદી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘ગૃહ પ્રધાને તમામ બાબતો પર સાવધાનીથી ગોર કર્યા બાદ 3 ફેબ્રુઆરીએ માલ્યાના ભારત પ્રત્યર્પણના આદેશ પર સહી કરી દીધી.’

માલ્યાએ લખ્યું છે, ‘નિચલી કોર્ટના 10 ડિસેમ્બ, 2018ના ચુકાદા બાદ જ મેં તેને પડકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ ગૃહ પ્રધાનના ચુકાદા પહેલા હું અપીલની કાર્યવાહી નહોતો કરી શકતો. હવું હું અપીલની કાર્યવાહી કરીશ.’

ભારત લાવવામાં કેટલો સમય લાગશે ?

બ્રિટિશ ગૃહ પ્રધાનની લીલી ઝંડી છતાં વિજય માલ્યાને ભારત લાવવો લોઢાના ચણા ચાવવા જેટલું પડકારજક છે, કારણ કે માલ્યા સૌપ્રથમ પ્રત્યર્પણની મંજૂરીના આદેશને 14 દિવસની અંદર પડકારી શકે છે.

માલ્યા પાસે પ્રથમ વિકલ્પ છે કે તે પ્રથમ અપીલ હાઈકોર્ટમાં કરે, જો હાઈકોર્ટમાં અપીલ ફગાવી દેવાય, તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે.

ઝાઈવાલા એંડ કંપની લીગલ ફર્મના સંસ્થાપક સરોશ ઝાઈવાલાએ બીબીસી સાથે વાત કરતા આખી પ્રક્રિયા સમજાવી કે જેના મુજબ માલ્યાને ભારત લાવવાનું કામ ભારતમાં બનનારી નવી સરકાર જ કરી શકશે.

ઝાઈવાલાએ જણાવ્યું, ‘જો વિજય માલ્યાની કોર્ટ ઑફ અપીલ (ભારતમાં હાઈકોર્ટની જેમ)માં સ્વીકારાઈ જાય, તો સુનવણી પૂરી થવામાં લગભગ 5-6 મહિના લાગી શકે છે. જો માલ્યા અહીં કેસ હારી જાય અને બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં જાય, તો સુપ્રીમ કોર્ટમાં સુનવણી થવામાં ઘણા મહિના કે વર્ષ પણ લાગી શકે છે.’

Ahmedabad: Elderly man died after being ran over by car near Pakwan cross roads, driver absconded

FB Comments

TV9 Web Desk7

Read Previous

2 ગેંગના સભ્યોએ પોલીસ સ્ટેશનને બનાવી દીધું અખાડો, પોલીસની હાજરીમાં ખુલ્લાં હાથે મારામારી કરી મચાવ્યું તોફાન, જુઓ Video

Read Next

સલમાન ખાન જેનાથી ત્રાસી તેને ગોળી મારવા માટે શોધી રહ્યો છે, તે શખ્સને તમે ઓળખો છો ? અમે શોધી કાઢ્યો એ શખ્સને, CLICK કરો અને જાણો કે કોણ છે સલમાનને ત્રાસ આપનાર એ શખ્સ ?

WhatsApp પર સમાચાર