જાણો છો રાત્રે કૂતરા કેમ રડે છે? કારણ જાણીને વિશ્વાસ નહીં આવે

આપણા સમાજમાં પ્રાચીનકાળથી એવી ઘણી માન્યતાઓ ચાલતી આવી છે. એ માન્યતાઓ એવી છે જે માત્ર મનાતી હોય છે. જ્યારે કે તે માન્યતાઓ પાછળના તર્ક કે વાર્તાને શોધવાનો પ્રયત્ન કરો તો ભાગ્યે જ સફળતા મળે. 

આવી જ એક માન્યતા છે કે કૂતરાઓનું રડવું ખરાબ હોય છે. એટલે કે અપશુકન. કહેવાય છે કે કૂતરાઓનું રોવાનો અર્થ થાય છે કે આવનારા સમયમાં તમારી આસપાસની કોઈ વ્યક્તિની મોતની પૂર્વ સૂચના. સ્વાભાવિક છે કે આવી વાત સાંભળીને તો કોઈ પણ ડરી જાય.

 

શું કહે છે જ્યોતિષ?

આજ સુધી આપણે જે સાંભળતા આવ્યા છીએ આસપાસના લોકો પાસેથી અને જ્યોતિષીઓનું પણ માનવું છે કે કૂતરાઓ ત્યારે સૌથી વધારે રડે છે જ્યારે તેમની આસપાસ કોઈ આત્મા દેખાય. એટલે કે જે આત્માઓને આપણે નથી જોઈ શકતા પણ કૂતરાઓ તેમને જોઈ શકે છે. અને આત્માઓને ભગાડવા તે અવાજ કરે છે.

વિજ્ઞાન અને વિશેષજ્ઞોનું કહેવું છે એકદમ અલગ

માન્યતાઓ અને જ્યોતિષીઓથી આગળ વધીને વિજ્ઞાનની વાત કરીએ.

પહેલી વાત તો એ છે કે કૂતરાઓ રોતા જ નથી. તેઓ જે રડવા જેવો અવાજ કાઢે છે તેને હાઉલ કે હૌલ કરે છે તેમ કહેવાય. રાતના સમયે જ્યારે કૂતરાઓ આવો અવાજ કાઢે છે ત્યારે ખરેખર તો તેઓ તેમનાથી દૂર તેમના સાથીઓ સુધી મેસેજ પહોંચાડતા હોય છે. આ તેમના સાથીઓ સુધીનો મેસેજ હોય છે કે તેઓ ક્યાં છે.

દર્દમાં સાથીઓને બોલાવવાની પણ એક રીત

સ્વાભાવિક છે કે તેઓ પણ એક જીવ છે, તેમને પણ વાગે, ઈજા પહોંચે. દર્દ થાય. શારીરિક પરેશાની હોય. આવા સ્થિતિમાં પણ કૂતરાઓ હાઉલ કરે છે. તો વળી ક્યારેક જો તેમાંનું કોઈ પોતાના ઝુંડથી એકલું  પડી ગયું હોય તો પણ પોતાના સાથીઓને બોલાવવા આવો અવાજ કાઢે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

એકલતા લાગે ત્યારે પણ કરે હાઉલ

વ્યક્તિની જેમ કૂતરાઓને પણ એકલું રહેવું પસંદ નથી હોતું. એટલે જ જ્યારે તેમને એકલતા લાગે ત્યારે તેઓ પોતાના સાથીઓને બોલાવા હૌલ કરે છે.

આ પણ વાંચો: તમારી કાર કે વાહન પાછળ કૂતરા ભસે અને ભાગે છે? જાણી લો શું છે કારણ!

કૂતરાઓને મોટા અવાજ પણ પસંદ નથી હોતા અને એટલે જ્યારે તેવો કોઈ અવાજ પણ સાંભળી લે ત્યારે તેમના કાનમાં તકલીફ પહોંચે છે. અને એટલે જ તેઓ મોટા અવાજથી દૂર ભાગે છે અને તેવો અવાજ કાઢે છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Modi govt always tries to solve problems of Armed forces : Defence Minister Nirmala Sitharaman - Tv9

FB Comments

Hits: 14210

Comments are closed, but trackbacks and pingbacks are open.