5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે ખતરાની ઘંટી સમાન

જો વિધાનસભાની ચૂંટણીની સાથે જ થઈ હોત લોકસભાની ચૂંટણી તો ભાજપના થાત બૂરા હાલ

આજે જેવી રીતે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે તે જોતાં લાગે છે કે હિન્દી બેલ્ટમાં નુક્સાનને ભરપાઈ કરવું ભાજપ માટે મોટો પડકાર છે. આજના પરિણામો જોતાં ભાજપે પોતાની રણનીતિમાં બદલાવ લાવવાની સો ટકા જરૂર વર્તાઈ રહી છે.

આ પરિણામોથી એ સ્પષ્ટ છે કે ભાજપ હિન્દી બેલ્ટમાં પોતાની પકડ ગુમાવી રહી છે જે 2019ની લોકસભાની ચૂંટણી માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણીના રાજ્યવાર જેવા પરિણામો આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને જોઈએ કે આજની તારીખમાં જો લોકસભાની ચૂંટણી યોજાઈ હોત તો ભાજપને કેટલી બેઠક મળત?

રાજસ્થાન

ભાજપને સૌથી વધુ નુક્સાન રાજસ્થાનમાં થઈ શકે છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 25માંથી 25 બેઠકો મળી હતી. પરંતુ જો હાલ વિધાનસભાની સાથે લોકસભાની ચૂંટણી થઈ હોત તો ભાજપ માત્ર 11 બેઠકો જ જીતી શકત. તો રાજ્યની 14 લોકસભા બેઠક કોંગ્રેસે કબ્જે કરી હોત.

READ  પક્ષદ્રોહ-પ્રજાદ્રોહ કોંગ્રેસે કોને હરાવવા આપ્યો આ નારો, પેટા ચૂંટણી માટે ભાજપે શરુ કર્યુ પ્રચાર અભિયાન

મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશમાં ભાજપ થોડી સન્માનજનક પરિસ્થિતિમાં છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે મધ્ય પ્રદેશમાં 29માંથી 27 બેઠકો પર વિજય મેળવ્યો હતો. પણ જો હાલ વિધાનસભાની સાથે લોકસભાની ચૂંટણી યોજાઈ હોત તો ભાજપને પોતાની કેટલીક બેઠકો ગુમાવવાનો વારો આવત. હાલના આંકડાઓ નિષ્કર્ષ આપે છે કે ભાજપને 14 અને કોંગ્રેસને 15 બેઠકો મળી શકી હોત.

READ  ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા

છત્તીસગઢ

લોકસભા 2014માં છત્તીસગઢને 11 માંથી 10 બેઠકો પર વિજય મળ્યો હતો. જ્યારે કે હાલના આંકડાઓ કહી રહ્યાં છે કે ભાજપને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડત. જ્યારે કે કોંગ્રેસને 10 બેઠકો પર જીતનોસ્વાદ ચાખવા મળત.

તેલંગાણા અને મિઝોરમ

વિધાનસભાની સાથે જો લોકસભા ચૂંટણી થઈ હોત તો તેલંગાણામાં ટીઆરએસ પાર્ટીએ 15 બેઠકો પર કબ્જો જમાવ્યો હોત. જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર એક બેઠક મળત. તો અન્યના ફાળે એક બેઠક આવી હોત. જ્યારે કે મિઝોરમ લોકસભાની એક માત્ર બેઠક MNF પક્ષને મળી હોત. એટલે કે આ બંને રાજ્યોમાં કોંગ્રેસનો થોડો ફટકો જરૂર પડ્યો હોત.

READ  ભારતથી 3,84,400 કિલોમીટર દૂર આ સ્થળે એપ્રિલમાં થવાનું છે એવું કંઇક કે જેના બાદ મોદી સહિત આખો દેશ ઉજવશે હોળી-દિવાળી એક સાથે

ઉલ્લેખનીય છે કે ભાજપ માટે વર્ષ 2014ની ચૂંટણીના પરિણામોએ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને શિખર પર દર્શાવી હતી. જ્યારે આજના પરિણામો શું દર્શાવી રહ્યાં છે કે દેશમાં મોદી મેજિક ઓસરી રહ્યું છે? જોકે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે હિન્દી બેલ્ટમાં પોતાના ગ્રાફને નીચે જતો રોકવામાં ઘણો સંઘર્ષ કરવો પડશે પરંતુ તેમાં પણ હવે સમય ઓછો છે. 

[yop_poll id=212]

FB Comments