• March 24, 2019

આજે ‘અમૂલ ગર્લ’ 52 વર્ષની થઈ ગઈ! National Milk Day વિશેષ

 

એક એવી ચુલબુલી છોકરી, જે કંઈ પણ બોલી નાખે!

આજની તારીખમાં આ અમૂલ ગર્લ માત્ર એક ડેરી પ્રોડક્ટનો ચહેરો નથી પરંતુ તેની પોતાની એક ઓળખ છે. જે કંઈ પણ બોલતા નથી ગભરાતી. જે દરેક વાત પર મજાક કરે છે. ટીખળ કરે છે. ગંભીર મુદ્દાઓ પર જોરદાર કટાક્ષ કરે છે. અમૂલ ગર્લની લોકપ્રિયતા દેશ-વિદેશમાં છે. લાલ અને સફેદ રંગના ડૉટેડ ડ્રેસમાં દેખાતી અમૂલ ગર્લ આજે 52 વર્ષની થઈ ગઈ છે. તેમાં કોઈ બેમત નથી કે બટરની જાહેરાતમાં આવતી ‘અટરલી બટરલી ગર્લ’ના કારણે અમૂલને એક બ્રાન્ડ તરીકે નવી ઓળખ મળી.

‘મિલ્કમેન ઑફ ઈન્ડિયા’, ‘ફાધર ઑફ વ્હાઈટ રિવૉલ્યૂશન ઈન ઈન્ડિયા’ અને આવા જ કેટલાંક અન્ય વિશેષણોથી જાણીતા છે ડૉ. વર્ગિસ કુરિયન. એ ડૉ.કુરિયનનો દૂરંદેશી વિચાર હતો જેનાથી ભારત આજે સમગ્ર દુનિયામાં સર્વાધિક દૂધ ઉત્પાદક બની શક્યું. ડૉ.વર્ગિસ કુરિયનના જન્મદિવસે, 26 નવેમ્બરના રોજ ‘National Milk Day’ના રૂપે ઉજવવામાં આવે છે. તેઓ દેશની મહત્ત્વની બ્રાંડ ‘અમૂલ’ના સહ-સંસ્થાપક તેમજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સંસ્થાપક હતા. પરંતુ આજે ચર્ચા ડૉ.કુરિયનની નહીં પરંતુ ક્યુટ ‘અમૂલ ગર્લ’ની છે કારણ કે તેની વાર્તા ખૂબ રસપ્રદ છે.

‘પૉલ્સન ગર્લ’ને ટક્કર આપવા આવી હતી ‘અમૂલ ગર્લ’

ડૉ.કુરિયન અમૂલના સંસ્થાપક જરૂર હતા પરંતુ તેમણે જાતે અમૂલ ગર્લની રચના નહોતી કરી. હા, તેમને અમૂલ ગર્લ પર વિશ્વાસ ચોક્કસ હતો. આજ કારણ છે કે 2012માં ડૉ.કુરિયનના નિધન બાદ પણ છેલ્લા 52 વર્ષોથી અમૂલ ગર્લ કંપનીની જાહેરાતોનો મુખ્ય ચહેરો છે.

રસપ્રદ વાત એ છે કે અમૂલ ગર્લને માર્કેટમાં લાવવા પાછળનું કારણ હતી, પહેલેથી જ માર્કેટ પર ધાક જમાવીને બેઠેલે ડેરી ફર્મ પૉલ્સનની પૉલ્સન ગર્લ.

કંપનીએ એક જાહેરાત એજન્સીને સોંપી જવાબદારી

વાત વર્ષ 1996ની છે. અમૂલ બટર 10 વર્ષોથી બજારમાં વેચાઈ રહ્યું હતું. પરંતુ એ સમયે ડેરી પ્રોડક્ટ વેચતી પૉલ્સનની પૉલ્સન ગર્લ ખૂબ લોકપ્રિય હતી. ડૉ.કુરિયન પોતાની પ્રોડક્ટને કોઈ પણ સ્તર પર નીચી જોવા નહોતા માગતા. વેપાર વધારવો પ્રતિસ્પર્ધીને મ્હાત આપવી જરૂરી હતી. એવામાં અમૂલે એક જાહેરાત બનાવતી એજન્સી ASP (એડ્વરટાઈઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશન) સાથે બેઠક કરી. એજન્સીના આર્ટ ડાયરેક્ટર યૂસ્ટસ ફર્નાંડિસને અમૂલ માટે એક એવું મસ્કટ તૈયાર કરવાનું કહ્યું જે દેશની દરેક ગૃહિણીને પસંદ પડે અને પોલ્સન ગર્લને પણ ટક્કર આપી શકે.

બે લોકોનો આઈડિયા છે ‘અમૂલ ગર્લ’

ASP કમ્યુનિકેશનના પ્રમુખ સિલ્વેસ્ટર દાકુન્હા તેમજ યૂસ્ટસ ફર્નાંડિસે અમૂલ ગર્લ બનાવી. ડૉ.વર્ગિસ કુરિયને દાકુન્હાને કંપનીની સ્વીકૃતિ વિના જ અમૂલ ગર્લ બનાવવાની સંપૂર્ણ છૂટ આપી રાખી હતી. અમૂલ ગર્લને સૌથી પહેલા મુંબઈની બસો પર પેઈન્ટિંગના માધ્યમ દ્વારા જગ્યા આપવામાં આવી. રસ્તાઓ પર હોર્ડિંગ લાગવાના શરૂ થયા. અમૂલ ગર્લની સૌથી પહેલી જાહેરાત માર્ચ 1966માં આવી. નામ હતું ‘થ્રૂ બ્રેડ’. સમયની સાથે ત્યારની અને અત્યારની અમૂલ ગર્લમાં ઘણો બદલાવ પણ કરવામાં આવ્યો પરંતુ થીમ એ જ રાખવામાં આવી.

કટોકટીના સમયગાળા દરમિયાન પણ બેબાક રહી અમૂલ ગર્લ

અમૂલ ગર્લને વધુ પોપ્યુલર બનાવવા માટે ધીરે ધીરે વિવિધ મુદ્દાઓ પર અમૂલ ગર્લના માધ્યમથી કમેન્ટ તેમજ કટાક્ષ કરવાનું શરૂ કરી દેવાયું. ખાસ કરીને 90ના દાયકામાં તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. અમૂલ ગર્લે રાષ્ટ્રીય તેમજ રાજનૈતિક મામલાઓ પર પણ બેબાક બોલવાનું શરૂ કરી દીધું અને લોકોએ તેને પસંદ પણ ખૂબ કર્યું. દેશમાં કટોકટીની સમય દરમિયાન પણ અમૂલ ગર્લનો આ અંદાજ અકબંધ રહ્યો અને તેની લોકપ્રિયતા ઘણી વધી ગઈ.

સમયની સાથે અંદાજ પણ બદલાયો અને ટેગલાઈન પણ

અમૂલ ગર્લની જાહેરાતનું કેમ્પેઈન ડિઝાઈન કરનારી ટીમમાં માત્ર ત્રણ લોકો હતા. સિલ્વેસ્ટર દાકુન્હા, યૂસ્ટસ ફર્નાંડિસ તેમજ ઉષા કતરક. 1969માં સિલ્વેસ્ટર ASPના એકમાત્ર માલિક બન્યા અને પછી કંપનીનું નામ બદલીને દાકુન્હા કમ્યુનિકેશંસ કરી દેવાયું. તેની સાથે જ અમૂલની ટેગલાઈન પણ બદલી દેવાઈ. અગાઉ તે ‘પ્યોરલી ધ બેસ્ટ’ હતું જેમાંથી ‘અટર્લી બટર્લી અમૂલ’ કરી દેવાયું.

કેટલીયે વાર જાહેરાત પર થઈ ચૂક્યો છે વિવાદ

એવો ઘણો સમય આવ્યો હોય જ્યારે અમૂલની જાહેરાત પર વિવાદ થયો. 2001માં અમૂલે પોતાની એક જાહેરાતમાં ઈન્ડિયન એરલાઈન્સની હડતાળ પર કટાક્ષ કર્યો હતો. જેના પણ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટમાં અમૂલની પ્રોડક્ટ ન પીરસવાની ચેતવણી આપી દેવાઈ હતી. જોકે ત્યારબાદ તે જાહેરાત હટાવી લેવાઈ. એક વાર શિવસેનાએ અમૂલની જાહેરાત પર નારાજગી દર્શાવી હતી. તે જાહેરાતમાં ગણેશ ચતુર્થીના ફોટો પર લખ્યું હતું- ગણપતિ બપ્પા MORE ઘા! તેનો અર્થ થાય છે ગણપતિ બપ્પા હજી ખાઓ.

તે સિવાય, અમૂલ જગમોહન ડાલમિયા, આઈપીએલ ચીયરલીડર્સ, મમતા બેનર્જી, કૉમનવેલ્થ ગેમ્સ 2010થી જોડાયેલા કટાક્ષ કરીને પણ વિવાદોમાં આવી ચૂક્યું છે. પરંતુ મજાની વાત તો એ છે કે જનતા હંમેશા અમૂલ અને અમૂલ ગર્લના આ આગવા અંદાજને પસંદ કરે છે.

[yop_poll id=”18″]

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat: Chetna Radadiya likely to get BJP LS ticket from Porbandar seat- Tv9

FB Comments

Hits: 614

TV9 Web Desk3

Read Previous

જાણો કેમ કહેવાય છે 26/11 મુંબઈ અટેકની પીડિતાને ‘કસાબની બેટી’

Read Next

Clothing and Accessories for the Crypto Trader

WhatsApp chat