રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ PM મોદીનું સંબોધન, રાહુલ અને સોનિયા ગાંધી જેલમાં કેમ નથી આ વાતનો આપ્યો જવાબ

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નિવેદનનો ઉલ્લેખ કરતાં કૉંગ્રેસ પર કટોકટીને લઇને પ્રહાર કર્યો. મોદીએ કહ્યું કે, અમારી સરકારને એટલા માટે કોસવામાં આવે છે કેમ કે અમે કેટલાક લોકોને જેલમાં ન નાંખ્યા, કેમ કે આ કટોકટી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ લોકતંત્ર છે, એટલે કોને જેલમાં મોકલવા તેને નિર્ણય કોર્ટ કરે છે. સાથે વડાપ્રધાને હુંકાર કર્યો કે ભ્રષ્ટાચાર સામે તેમની લડાઇ ચાલુ રહેશે. એટલું જ નહીં કૉંગ્રેસને આડે હાથ લેતા પીએમ મોદીએ કૉંગ્રેસની રીતિ અને નીતિ પર કટાક્ષ કર્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: જામનગર મહાનગરપાલિકામાં ઝપાઝપી, ભાજપની નગરસેવીકા અને કર્મચારી વચ્ચે મારામારી

આ પણ વાંચોઃ મુંબઈમાં BEST બસમાં સફર કરનારા મુસાફરો માટે ખૂશખબર, ઓછામાં ઓછા ભાડામાં ઘટાડો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સોમવારે લોકસભામાં સવાલ ઉઠાવતા કહ્યું કે, કોંગ્રેસ એક ભ્રષ્ટ પાર્ટી છે તો પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હજુ સુધી કેમ જેલ થઈ નથી. સાથે કોંગ્રેસનો બચાવ કરતા રંજન ચૌધરીએ કહ્યું કે, જે કોંગ્રેસના નેતાઓને ભાજપ ચોર કહીને સત્તા પર આવી તે નેતાઓ આજે પણ સંસદમાં બેઠા છે. સાથે પ્રશ્ન પણ પૂછ્યો કે શું તમારી સરકાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જેલ મોકલવામાં સફળ થઈ શકી છે. આ તમામ બાબતો પછી કોંગ્રેસ નેતાએ PM મોદીને સેલ્સમેન ગણાવ્યા હતા.

FB Comments