શત્રુઘ્ન સિંહાએ વડોદરામાં રેલી કરી, કહ્યું કે ‘વડોદરા સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે’

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિંહાએ ગુજરાતના વડોદરા ખાતે સભાને સંબોધન કરી હતી. આ સભા દરમિયાન તેમણે કહ્યું કે વડોદરા સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે. 

 

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ચૂંટણી પ્રચારમાં જોર લગાવી રહ્યાં છે કારણ કે 3 તબક્કાના મતદાનમાં ગુજરાતનો સમાવેશ થાય છે.  કોંગ્રેસે સ્ટાર પ્રચારક તરીકે શત્રુઘ્ન સિંહાની રેલીનું આયોજન વડોદરા શહેર ખાતે કર્યું હતું. આ રેલીને સંબોધન શત્રુઘ્ન સિંહા બોલ્યા કે વડોદરા શહેર સાથે મારો જૂનો સંબંધ છે.

READ  T-20 મેચમાં સિકસરોનો વરસાદ 62 બોલમાં 162 રન કરી આ ખેલાડીએ બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

 

 

શત્રુઘ્ન સિંહા પોતે બિહારની સાહિબ સીટ પરથી લડી રહ્યાં છે. તેમણે કહ્યું કે હું વડોદરામાં મહિનાઓ સુધી રોકાયો છો અને ફિલ્મનું શૂટીંગ પણ મેં અહીંયા કર્યું છે.  તેમણે કહ્યું કે વડોદરાના પ્રેમની સામે હું વેચાઈ ગયો છું. આથી મારું વડોદરા આવવાનું થતું રહે છે.

આ પણ વાંચો: ‘કોફી વિથ કરણ’ શોમાં મહિલાઓની વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને મળી આ સજા

શત્રુઘ્ન સિંહાએ પોતાની રાજનીતિમાં આવવા પાછળ લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી આ બે નેતાઓના મહત્ત્વના ગણાવ્યા હતા.  શત્રુઘ્ન સિંહાએ મોદી પર તીખા પ્રહારો વડોદરા શહેરથી કર્યા હતા. રાહુલ ગાંધીના વખાણ કરીને ત્રણ રાજ્યોની જીત પાછળનો હાથ રાહુલ ગાંધીનો હાથ હોય તેમ શત્રુઘ્ને કહ્યું હતું.

READ  VIDEO: સુરતમાં ધોધમાર વરસાદ, શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

 

Ahmedabad man fined Rs 11,500 for flouting traffic rules | Tv9GujaratiNews

FB Comments