જગન્નાથ મંદિરની જમીનનો વિવાદઃ ટ્રસ્ટની જમીન મુદ્દે ચેરિટી કમિશનરે ગંભીર લીધી નોંધ

Jagannth temple trust sells land to bizman, charity commissioner orders to cancel the deal

અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની જમીનનો વિવાદ વકર્યો છે. જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીન મુદ્દે ચેરિટી કમિશનરે ગંભીર નોંધ લીધી છે. જેમા તેમણે જમીન ખરીદનાર મુસ્લિમ બિલ્ડર અને મંદિરના ટ્રસ્ટીઓના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ચેરિટી કમિશનરે 12 જેટલા સર્વે નંબરની ખોટી એન્ટ્રીને દૂર કરવા તેમજ ભાડાકરાર સ્થગિત કરવાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચોઃ પંચમહાલના મોરવાહડફ તાલુકાના કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધર્યું, જાણો કારણ

ચેરિટી કમિશનરે દર્શાવેલા મહત્વના મુદ્દાઓ પર નજર કરીએ તો, ટ્રસ્ટી કાલુ ઝાલાવાડીયાએ પોતાના દિકરાના નામે બારોબાર ભાડાકરાર કરીને જમીન પધરાવી દીધી. કેમ કે અંગ્રેજો સમયની કલેક્ટરે આપેલી 1926ની જમીન પણ ભાડાપટ્ટી આપી શકાય નહીં. હાલ ચેરિટી કમિશનરે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને કુલ 12 સર્વે નંબરમાં તપાસ કરીને ખોટી એન્ટ્રી હટાવવા સ્વતંત્રતા આપી છે. આ ઉપરાંત 1992ની કોર્પોરેશને ઉસ્માન ઘાંચીને આપેલી જમીમનો ભાડા કરાર રદ કરાયો છે.

READ  Uttar Pradesh assembly polls 2017: Akhilesh Yadav releases SP manifesto - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સમગ્ર વિવાદમાં ફરિયાદીના ગંભીર આક્ષેપો સામે જમીન ખરીદનાર ઉસ્માન ઘાંચીએ તમામ નીતિનિયમો પાળ્યા હોવાનો દાવો કર્યો છે. તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ પણ કલેક્ટરની ભૂલ થતી હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરે મૌન સેવી લીધુ છે.

READ  જગન્નાથ મંદિરની વિવાદીત જમીન પરત લેવા આદેશ, મિલકતોનું વેચાણ ચેરિટી કમિશનરે કર્યું રદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments