રાજસ્થાનના વતની અંકીતને ફેસબુકે આપ્યું……અધધ પેકેજ, જાણીને તમારા મનમાં પણ લાલચ જાગી જશે

રાજસ્થાનના મૂળ વતની અંકીતને ફેસબુકમાં નોકરી તો મળી જ ગઈ છે પરંતુ પગાર સાંભળીને તમે પણ લલચાઈ જશો. જે ફેસબુક વગર કોઈપણને ચાલતુ નથી તે જ ફેસબુકમાં નોકરી કરીને 25 વર્ષીય અંકિત મહેરીયા કરોડો રૂપિયા પોતાના ખિસ્સામાં નાખશે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: પંજાબના મુખ્યમંત્રીને બાજુમાં બેસાડીને રાહુલ ગાંધી ટ્રેક્ટર પર નીકળી પડ્યા

READ  રિલાયન્સ, ફેસબુક અને ટ્વિટરના સીઈઓ કરતા પણ વધારે છે માઈક્રોસોફ્ટના CEOનો પગાર! જુઓ VIDEO

રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા કૂદન ગામના નિવાસી અને માત્ર 25 વર્ષની ઉંમર ધરાવતા અંકિતને ફેસબુક કંપનીએ 2.55 કરોડનું પેકેજ આપ્યું છે. આ સફળતાને લઈ તેના પોતાના ગામમાં તો દીવાળી જેવો માહોલ સર્જાઈ ગયો છે. યુનિવર્સિટી ઓફ વિસ્કોનસીન મેડિસન અમેરિકામાંથી માસ્ટર ઓફ કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરનારા અંકિતને ફેસબુક કંપનીના વોટ્સઅપ ગ્રૂપમાં સોફ્ટવેર એન્જિનિયરની નોકરી મળી છે.

 

READ  JNU હિંસા: દિલ્હી હાઈકોર્ટે Facebook, Whatsapp અને Googleને આપી નોટિસ

અંકિતે અભ્યાસની સાથે જ ફેસબુકમાં ઈન્ટરશિપ શરૂ કરી દીધી હતી. અને તેના નસીબ એવા કે ઈન્ટરશિપ પૂરી થવાની સાથે અને ડ્રિગ્રી મળ્યાની પહેલા જ તેને જોબ મળી ચૂકી હતી. સોફ્ટવેયર એન્જીનિયરના પદ પર અંકિતને 52 લાખ 83 હજાર 412 રૂપિયાનું એડવાન્સ પણ આપી દેવાયું છે. સાથે તેને 1 કરોડ 5 લાખ 70 હજાર 575 રૂપિયાના શેર પણ મળ્યા છે. અને વાર્ષિક 97 લાખ 21 હજાર 779 રૂપિયાનો પગાર મળશે. અંકિતના પિતા એક ડોક્ટર છે જે સરકારી અધિકારી તરીકે ફરજ બજાવે છે.

READ  ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી દિલીપ સંઘાણીની વરણી, ખેડૂતો માટે આપી આ બાંહેધરી
Oops, something went wrong.
FB Comments