VIDEO: જયપુરમાં એક ભયંકર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, CCTV જોઈને હચમચી જશો

JAIPUR car

જયપુરમાં એક ખતરનાક અકસ્માત થયો છે. જેમાં બે સગા ભાઈઓના મોત થયા છે. જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. જયપુરના બિરલા મંદિર ચાર રસ્તા પરની ઘટના છે. જેના CCTV ફુટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે- એક સફેદ કાર પૂરપાટ ઝડપે આવી રહી છે. કાર જોઈને લાગે તે ટ્રાફિક સિગ્નલ પાસે આવીને હમણા બ્રેક મારશે. પરંતુ એવું બનતું નથી. ચાલક બેફામ રીતે કાર હંકારીને ટ્રાફિક સિગ્નલ પર ઉભા વાહનો તરફ ધસી આવે છે અને કચડી નાખે છે.

READ  રાજકોટ: 2 કાર વચ્ચેની ટક્કરમાં 2ના મોત, 7 લોકો થયા ઈજાગ્રસ્ત

આ પણ વાંચોઃ કર્ણાટકમાં કોઈ ચમત્કાર જ કુમારસ્વામીની સરકાર બચાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેમાં બેથી ત્રણ બાઈકચાલકો હવામાં ફંગોળાઈને પછડાય છે. ફક્ત ચાર જ સેકન્ડમાં રસ્તા પર અફરાતફરી મચી જાય છે. પહેલા તો કોઈને ખબર જ નથી પડતી કે રસ્તા પર શું થઈ ગયું. જે લોકોએ આ અકસ્માતને નજરે જોયો હતો તે લોકોનો શ્વાસ રોકાઈ ગયો હશે. ઘટનામાં રવિ પારાશર અને પુનીત પારાશર નામના બે ભાઈઓના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. જેઓ નજીકની એસએમએસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments