જાળિલા ગામના ઉપ સરપંચની ઘાતકી હત્યાને લઈને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા, જુઓ VIDEO

બોટાદના જાળિલા ગામના ઉપ સરપંચની થયેલી ઘાતકી હત્યા બાદ સ્વજનો અને ગામલોકોમાં આક્રોશ ફેલાયો છે. નાનકડા જાળિલા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકના સ્વજનો રાજકીય અદાવતમાં હત્યા થઈ હોવાનો આરોપ લગાવી રહ્યાં છે. ત્યારે ભોગ બનનાર પરિવારની પોલીસે સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સ્વચ્છતાને લઈ રેલવે વિભાગ દ્વારા ઉજવાયો સ્વચ્છતા પખવાડા, અનેક લોકોએ લીધો ભાગ

મૃતકના ઘરે પોલીસ જવાનોની એક ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે તો બીજી તરફ મૃતકના સ્વજનોએ તમામ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશનો સ્વીકાર કરવાની ના પાડી રહ્યાં છે. આ મામલે રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગને તપાસના આદેશ આપ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અયોધ્યામાં દીપોત્સવની જોરશોરથી તૈયારી, 3 લાખ દીવડાંઓથી ઝગમગી ઉઠશે અયોધ્યા, જુઓ ખાસ તસવીરો

 

 

ત્યારે બોટાદના રાણપુર તાલુકાના જાળિલા ગામના ઉપસરપંચ મનજીભાઇ સોલંકીની હત્યાએ હવે રાજકીય રંગ પકડ્યો છે. હત્યા અંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમને કહ્યું કે બનાવને હું સખત શબ્દોમાં વખોડું છું. ગામડામાં નાના સમાજના લોકો સામે થતી આવી ઘટના સામે તમામે એક થવું જોઈએ. જો રાજકીય હત્યા થઈ હોય તો સામાજીક સંગઠનો તેમજ સરકારે આગળ આવવું જોઈએ.

READ  PM Narendra Modi's Mother Hiraba Admitted To Hospital - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments