કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટ પડવાનું યથાવત, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામું ધરીને ભાજપમાં જોડાયા

કૉંગ્રેસની વર્કીગ કમીટીના એક દિવસ પહેલા ગુજરાતમાં કૉંગ્રેસે તેમના વધુ એક ધારાસભ્યને ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. 

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ તેમના ધારાસભ્યના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. હવે તે ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. વિધાનસભા ચૂંટણીમાં 99 સીટ જીતેલી ભાજપના ધારાસભ્યની સંખ્યા વધીને 102 થઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ કૉંગ્રેસના લગભગ 10 ધારાસભ્ય પાર્ટી છોડવાના મુડમાં છે.

એક પછી એક ધારસભ્ય રાજીનામા આપવાના કારણે કૉંગ્રેસની દિલ્હી હાઈકમાન્ડ પણ વિચારમાં પડી છે. વલ્લભભાઈ ધારવિયાનું રાજીનામુ મોટો ઝટકો માનવા આવે છે કારણ કે 12 માર્ચે કૉંગ્રેસની CWCની બેઠક ગુજરાતમાં થવા જઈ રહી છે. આ બેઠક કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં થશે. ગુજરાત કૉંગ્રેસ સામે સવાલો ઉઠી રહ્યાં છે કે તે ધારાસભ્યને રોકવામાં નિષ્ફળ કેમ રહી છે?  ધારાસભ્યોના રાજીનામાથી પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી નારાજ જોવા મળી રહ્યાં છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પાર્ટી અધ્યક્ષ અમિત ચાવડા સહિત સ્થાનીક નેતાઓના પદમાં પણ બદલાવ આવી શકે છે.

વલ્લભભાઈ ધારવિયા ગુજરાત કૉંગ્રેસ પાર્ટીમાં રાજીનામુ આપનારા 5માં ધારાસભ્ય છે. તેના પહેલા કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા અને પરસોત્તમ સાબરીયાએ રાજીનામુ આપ્યું હતુ.  મહિલા ધારાસભ્ય આશાબેન પટેલ પણ ભાજપમાં જોડાયા છે. હાલમાં કૉંગ્રેસની પાસે ધારાસભ્યોની સંખ્યા 77 થી ઘટીને 71 રહી ગઈ છે.

Ahmedabad: Suicide case of broker; Dy.SP and his brother booked in the matter- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

આકાશ અંબાણીના લગ્નમાં આ મહેમાન આવી પહોંચ્યા સાદા કપડામાં, નક્કી કરેલાં ડ્રેસ કોડને ફોલો કરવાનું ટાળ્યું

Read Next

કોંગ્રેસ છોડીને ભાજપમાં મંત્રી બનેલાં જવાહર ચાવડાનું માણાવદરમાં આવી રીતે કરાયું સ્વાગત!

WhatsApp chat