ખતરનાક હિઝ્બુલ મુજાહિદીનને ઊભું કરનાર આ TERROR FUNDING સંગઠન પર મોદી સરકારની આકરી ચોટ, અનેક નેતાઓની અટકાયત, સીલ થશે કરોડોની સંપત્તિ

Mandatory Credit: Photo by STR/EPA-EFE/REX/Shutterstock (10100027m) Indian Prime Minister Narendra Modi addresses a public rally in Chagchari in Kamrup (rural) district of Assam, India, 09 February 2019. Prime Minister Narendra Modi started his two-day tour of the North-east India by visiting Assam, Arunachal Pradesh and Tripura. He also laid the foundation stones of various development projects during his visit. Prime Minister Narendra Modi in Assam, Kamrup, India - 09 Feb 2019

આતંકવાદી સંગઠન હિઝ્બુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓને કાશ્મીર ખીણમાં મોટાપાયે ફંડિંગ કરનારાઓ પર મોદી સરકારે તવાઈ બોલાવી છે.

 

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય જમાત-એ-ઇસ્લામી (JEI) નામના સંગઠન પર પહેલા તો પ્રતિબંધ ફરમાવ્યો અને હવે તેની વિરુદ્ધ જોરદાર કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જમાત એ ઇસ્લામી પર સકંજો કસવા માટે કાશ્મીરમાં તેના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ સંગઠન દ્વારા ભેગી કરાયેલી 52 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ સીલ કરવા માટે 70થી વધુ સંકુલોની ઓળખ કરવામાં આવી છે. સંપત્તિ સીલ કરવાની કાર્યવાહી પ્રૉપર્ટી એન્ડ ઍસેટ્સ પ્રોવિઝન (UAPA) હેઠળ કરવામાં આવી રહી છે. જમાત એ ઇસ્લામીની અનેક સંસ્થાઓની ઓળખ કરી લેવામાં આવી છે કે જેમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ, ઑફિસો, સ્કૂલો સામેલ છે.

READ  Video: દિવેલાનાં યોગ્ય બિયારણની પસંદગી

નોંધનીય છે કે મોદી સરકારે ગત ગુરુવારે જમાત એ ઇસ્લામી પર તેની પ્રવૃત્તિઓના કારણે પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ સંસ્થા પર પહેલી વાર જમ્મુ-કાશ્મીર સરકારે 1975માં બે વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો હતો, જ્યારે બીજી વાર 1990માં કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો કે જે ડિસેમ્બર-1993 સુધી ચાલુ રહ્યો હતો.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ જમાત એ ઇસ્લામી સંગઠન હિઝ્બુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓને કાશ્મીર ખીણમાં મોટાપાયે ફન્ડિંગ કરતુ હતું. આવી તમામ માહિતીઓ બાદ ગૃહ મંત્રાલયે કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટી (CCS)ની બેઠક બાદ કડક પગલું ભરતા તેના પર પ્રતિબંધ ફરમાવ્યો. માનવામાં આવે છે કે હવે પછીનો નંબર હુર્રિયત કૉન્ફરન્સનો હોઈ શકે છે.

READ  કોણ છે આદિલ અહેમદ ડાર ?, જેણે દેશના 40થી વધુ જવાનોના ભોગ લીધો

હકીકતમાં જમાત એ ઇસ્લામી જમ્મુ-કાશ્મીરની મિલિટંટ વિંગ છે. આ જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી વિચાસરણી અને આતંકવાદી માનસિકતાના પ્રચાર-પ્રસાર માટે મુખ્ય જવાબદાર સંગઠન છે. આતંકી સંગઠન હિઝ્બુલ મુજાહિદ્દીનને જમાત એ ઇસ્લામી જમ્મુ-કાશ્મીરે જ ઊભુ કર્યુ છે. હિઝ્બુલને આ સંગઠને દરેક પ્રકારની સહાય કરી છે. પાકિસ્તાનના સંરક્ષણમાં ઉછરી રહેલા હિઝ્બુલ મુજાહિદ્દીનના આતંકીઓને ટ્રેન્ડ કરવા, ફંડિંગ કરવું, શરણ આપવી સહિત આવાગમનની સગવડ ઉપલબ્ધ કરાવવી જેવા કામો જમાત એ ઇસ્લામી કરી રહ્યુ હતું.

READ  ટેરર ફંડ પર સરકારની કાશ્મીર ઘાટીમાં મોટી કાર્યવાહી, 11 અલગતાવાદી નેતાઓની સંપ્તિ જપ્ત કરવાની શરૂઆત થઈ

 

Oops, something went wrong.
FB Comments