5 મહિનામાં બાદ જમ્મુ કાશ્મીર અંગે સરકારનો મોટો નિર્ણય, આ સેવા થશે શરુ

mobile phone bill increase big shock to telecom tarrif customers mobile users ne moto jatko mobile tarif ma 40 thi 50 taka no toting vadharo thase

જમ્મુ કાશ્મીરની જનતાને લઈને સરકારે એક અગત્યનો નિર્ણય લીધો છે. અંદાજે 5 મહિના પહેલા ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે તે બાદ ઈન્ટરનેટ સેવા બંધ જ રાખવામાં આવી હતી. સરકારે જાહેરાત કરી છે કે 31 ડિસેમ્બરની મધ્યરાત્રીએ જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા ફરીથી શરુ કરી દેવાશે. હાલ તો લોકો માટે આ સેવા બંધ જ રહેશે જ્યારે સરકારી સ્કૂલોમાં ઈન્ટરનેટ સેવા બહાલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદનું આગમન, જુઓ VIDEO

આ પણ વાંચો :   વર્ષ 2020નું આખું કેલેન્ડર આ 1 પેજમાં આવી જાય છે, જુઓ PHOTO

આમ સામાન્ય લોકો પણ મોબાઈલ ફોનમાં SMS સેવાનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં આવી હતી અને બાદમાં સુરક્ષાના કારણોસર ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આમ સામાન્ય જનતા એસએમએસના માધ્યમથી સંદેશાવ્યવહારનો ઉપયોગ કરી શકશે. ધીરેધીરે સરકાર જમ્મુ કાશ્મીરના નિયંત્રણો હટાવી રહી છે અને વિવિધ સેવાઓ બહાલ કરી રહી છે.

READ  મધ્યપ્રદેશની કમલનાથ સરકાર ફરી મુશ્કેલીમાં, ધારાસભ્યો-મંત્રીઓનો નથી થઈ રહ્યો સંપર્ક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય સરકાર માની રહી છે કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને તેના લીધે સેનાની વિવિધ ટુકડીઓ જે ડિપ્લોય કરવામાં આવી હતી તેને પાછી બોલાવવામાં આવી રહી છે. વેપારીઓ દ્વારા સતત ઈન્ટરનેટ ના હોવાના લીધે અસુવિધા થઈ રહી છે તેવો દાવો કરવામાં આવતો હતો. ઈન્ટરનેટ ના હોવાથી ટેલિકોમ કંપનીઓ અને વેપારીઓને વેપારમાં નુકસાન થયું છે. જો કે સરકારે લોકોની સુવિધા માટે ઈન્ટરનેટ સેવા ફરીથી શરુ કરી દીધી છે.  જમ્મુ કાશ્મીરને ભારતીય સંવિધાનમાં વિશેષ રાજ્યનો દરજ્જો કલમ 370 દ્વારા આપવામાં આવ્યો હતો. જેને લઈને સરકારે બિલ લાવી કાયદો પસાર કરીને જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દીધું હતુંં. જમ્મુ કાશ્મીરમાંથી લદાખને અલગ કેન્દ્રશાસિત રાજ્યનો દરજજો આપવામાં આવ્યો છે.

READ  VIDEO: અંકલેશ્વરમાં ગણેશમંડળના 7 યુવાનોને કરંટ લાગતા બેના મોત 5 યુવાનને સારવાર માટે ખસેડાયા

 

Oops, something went wrong.
FB Comments