જમ્મુ કાશ્મીરના લોકો માટે સારા સમાચાર, સરકારના આ નિર્ણયથી થશે રાહત

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ હવે સામાન્ય થવા લાગી છે એવી ખબર મળી રહી છે. ઉઘમપુર અને સાંબા વિસ્તારમાં કલમ 144 હટાવી લેવાઈ છે. શુક્રવારના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   VIDEO: મતદાર યાદીમાંથી PM નરેન્દ્ર મોદીનું નામ રદ કરવાની કોશિશ, જાણો સમગ્ર મામલો

 

READ  VIDEO: લદાખના 33 વર્ષિય સાંસદે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ નેતાઓની બોલતી બંધ કરી, જાણો કોણ છે આ MP

જમ્મુ કાશ્મીરમાં કાલથી સ્કૂલ કોલેજો ફરીથી ચાલુ કરી દેવાશે. કલમ 144ને જમ્મુ વિસ્તારમાંથી હટાવી લેવાઈ છે. કાશ્મીરના રાજ્યપાલે કાશ્મીરમાં ફરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ કહ્યું કે સ્થિતિ સુધરી રહી છે. તેઓએ એવું પણ કહ્યું કે રાજ્યમાં શાંતિની સાથે ઈદની ઉજવણી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કાશ્મીર કલમ 370 સમાપ્ત: જાણો કઈ પાર્ટીએ મોદી સરકારના નિર્ણયનું કર્યું સમર્થન, કોણે કર્યો વિરોધ?

 

જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી મજિસ્ટ્રેટ સુષમા સ્વરાજએ જણાવ્યું કે કલમ 144 જમ્મુ કાશ્મીરમાંથી હટાવી લેવાઈ છે. બધા જ કોલેજ-સ્કૂલો 10 ઓગસ્ટથી ખોલવામાં આવશે. જો કે ઈન્ટરનેટ સેવા પર સરકારે હજુપણ પ્રતિબંધ લગાવીને રાખ્યો છે. આમ હવે બજારો સવારે 11થી સાંજના 5 વાગ્યા સુધી ખુલી રહેશે. જેમાં લોકો પોતાની જીવન જરુરિયાતની વસ્તુઓની ખરીદી કરી શકશે. જણાવી દઈએ કે સરકારે જમ્મુ કાશ્મીરમાં કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તે માટે મોટા પાયે સુરક્ષાબળોની તૈનાતી કરી છે.

READ  શું લોકસભાની ચૂંટણીને લઈને હાર્દિક પટેલ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાશે?

 

 

3 children die after drowning in Yamuna river in Kairana, Uttar Pradesh| TV9GujaratiNews

 

FB Comments