જામનગરનો વેપારી ફસાયો હનીટ્રેપમાં, બે યુવતી સહિત ત્રણે કરી હત્યા

businessman honey trapped

businessman honey trapped

ઘટના છે રાજકોટની કે જ્યાં જામનગરનો એક વેપારી હનિટ્રેપમાં ફસાઇ ગયો અને થઇ ગઇ હત્યારાજકોટના રૈયાધાર વિસ્તારમાં વેપારીને બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ તેની બેરહેમીપૂર્વક હત્યા કરી દેવામાં આવીપોલીસને રૈયાધાર વિસ્તારમાં આવેલી શાંતિનગર સોસાયટીના શ્યામરાજ એપાર્ટમેન્ટ-1માંથી વેપારી કિરીટ મહેતાની લાશ મળી હતીપોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે વેપારીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો

પોલીસના કહેવા મુજબ વેપારીને જામનગરથી રાજકોટ બોલાવવામાં આવ્યો હતો. જ્યાં વેપારીનો બિભત્સ વીડિયો ઉતારવામાં આવ્યો અને ત્યારબાદ ઢોર માર મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી.પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપીઓએ વેપારીની હત્યા કરીને તેનો મૃતદેહ સગેવગે કરવાનો પણ પ્લાન બનાવી લીધો હતો પરંતુ આરોપીઓ પોતાના પ્લાનમાં સફળ થાય તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયા.

જુઓ VIDEO :

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક કિરીટ મહેતા વંદના વાઘેલાના સંપર્કમાં આવ્યો હતો અને વંદનાએ ફોન કરીને તેને શ્યામરાજ એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો..વંદના વેપારીને એક રૂમમાં લઈ ગઈ હતી..જ્યાં યાસીન ઉર્ફે નાનાભાઈ સાંઢ નામનો વ્યક્તિ આવી ગયો હતો અને તેણે વંદનાના પતિ હોવાનો દાવો કરીને વેપારીનો બિભત્સ વીડિયો ઉતારીને રૂપિયાની માગ કરી હતીપોલીસનો દાવો છે કે વેપારીએ રૂપિયા આપવાનો ઈનકાર કર્યો એટલે યાસીન તેને ઢોર માર મારવા લાગ્યો હતો..જેમાં વેપારી કિરીટ મહેતાનું મોત નીપજ્યું હતું.આરોપીઓએ વેપારીનો મૃતદેહ સગેવગે કરવા માટે ગોપાલ ચોક નજીકથી 15 કિલો મીઠું પણ ખરીદ્યું હતુંપરંતુ આરોપીઓ પોતાના કારસામાં સફળ થાય તે પહેલા જ તેમનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી અલી શેખ અગાઉ ગેરકાયદે હથિયારના ગુનામાં એસઓજી પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છેજ્યારે વંદના અગાઉ અમરેલી જિલ્લામાં ઈમ્મોરલ ટ્રાફિક એક્ટના ગુનામાં પકડાઈ ચુકી છે.

 

[yop_poll id=765]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

A youth found murdered near Kotdasangani, Rajkot - Tv9

FB Comments

Mohit Bhatt

Read Previous

‘તારક મહેતા’ ના ચાહકો માટે ખરાબ સમાચાર, હવે નહીં જોવા મળે દિશા વાકાણી

Read Next

રેલવે વિભાગમાં 4 લાખ નોકરીની તક, 2 મહિનામાં પૂરી થશે સંપૂર્ણ પ્રક્રિયા, જાણો કેવી રીતે કરશો અપ્લાય?

WhatsApp chat