મોતના મુખમાં અભ્યાસ ! ગુજરાતના આ ગામમાં શાળા જર્જરિત હાલતમાં હોવાથી 220 વિદ્યાર્થીઓ મેદાનમાં અભ્યાસ કરવા મજબુર

Jamnagar: Children at govt-run school forced to sit under dilapidated building in Kalavad

સૌ ભણે, સૌ આગળ વધે એવા સરકાર દ્વારા દાવાઓ તો કરવામાં આવે છે, પરંતુ શાળા જ જર્જરિત હાલતમાં હોય તો વિદ્યાર્થી કેવી રીતે ભણે અને કેવી રીતે આગળ વધે ? વાત છે જામનગરના કાલાવડ તાલુકાના બાવા ખાખરિયા ગામની કે, જ્યાં વર્ષ 2012થી શાળા જર્જરિત હાલતમાં છે.

તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી. ઘોરણ 1થી 8ના 220 વિદ્યાર્થી જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર બન્યા છે. છેલ્લા 7 વર્ષથી શાળાનું બિલ્ડિંગ એટલું જોખમી છે કે, જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. હાલ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: જામનગરની ધરતી પર રાજપૂત દીકરીઓએ તલવારના કરતબ સાથે શહીદોને આપી શ્રદ્ધાંજલિ

એક તરફ સરકાર વિદ્યાર્થીઓના અભાવે શાળા બંધ કરી રહી છે. તેની વચ્ચે જે શાળામાં વિદ્યાર્થીઓ છે તેવી જર્જરિત શાળાઓનું સમારકામ નથી થતું. બીજી તરફ જોખમ નીચે શિક્ષાના પાઠ ભણતા વિદ્યાર્થીઓની આ સમસ્યા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી તેમ છતાં સરકારના કાને આ વિદ્યાર્થીઓની વેદના સંભળાતી નથી. ત્યારે જર્જરિત જોખમ વચ્ચે જીવતા વિદ્યાર્થીઓને નવી શાળા ક્યારે મળે છે તે જોવાનું રહ્યું.

READ  Gujarat Dy CM Nitin Patel mourns Atal Bihari Vaajpayee's death - Tv9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments