જામનગરના તિલક સોજીત્રાનો VIDEO સોશિયલ મીડિયામાં થયો વાઈરલ, ભવિષ્યમાં સફળ બિઝનેસમેન બનવાના સેવ્યા સપના

Jamnagar na tilak sojitra no Video Social Media Ma thayo viral

જામનગરના એક કિશોરનો વીડિયો વાયરલ થયો છે. તિલક સોજિત્રા નામના કિશોરના આ વીડિયોએ હાલ દેશભરમાં ચર્ચા જગાવી. વિડીયોમાં તિલક નામનો કિશોર ભરપૂર આત્મવિશ્વાસ સાથે પોતાની વાત રજૂ કરે છે. નાની ઉંમરે તિલક મોટા ઉદ્યોગપતિ બનવાના સપના સેવી રહ્યો છે. તિલક મહેતા કરી શકે તો જામનગરનો તિલક સોજીત્રા કેમ સફળતા પ્રાપ્ત કરી શકે નહીં. તિલક સોજીત્રા જામનગરના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેની ઉંમર માત્ર 11 વર્ષની છે. તિલક સોજીત્રાના પિતા અને દાદા LIC પોલિસીના કામ સાથે સંકળાયેલા છે. તિલકના આદર્શ તરીકે વોરન બફેટ છે. તિલકે પોતાના પિતાના વ્યવસાઈ સાથે સંકળાઈને પોલિસી સેલ કરવાનું કામ કર્યું છે. અને 4 પોલિસીનું વેચાણ કરી પોતાની આવક પણ ઉભી કરી દીધી છે.

READ  જામનગરના શાપર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત! 4 વ્યક્તિનાં મોત

આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકર સોશિયલ મીડિયામાં ટ્રોલ, નાગરિકતા સંશોધન બિલ પર કરી હતી આ ટિપ્પણી

કેવી રીતે જાણિતો થયો તિલક સોજિત્રા

જાણિતા મોટિવેશન અને બિઝનેસ એડવાઈઝર વિવેક બિન્ડ્રાના એક કાર્યક્રમમાં તિલક સોજીત્રા પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાના સપના અને કામ વિશે વાત કરી હતી. વિવેક બિન્દ્રા સામે તેણે કહ્યું કે, મુંબઈનો એક તિલક મહેતા કરી શકે તો, તિલક સોજીત્રા શા માટે નહીં. સાથે તેણે 2 લાખના 2 કરોડ કેવી રીતે બનાવવા તે પણ પૂછ્યું હતું.

READ  જામનગર: કોરોનાનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, સંપૂર્ણ વિસ્તારને ક્વોરન્ટાઈન કરાયો

Image result for tilak mehta

જાણો કોણ છે તિલક મહેતા?

13 વર્ષનો તિલક મહેતા મુંબઈનો નિવાસી છે. અને હાલ તે ધો.8માં અભ્યાસ કરે છે. માત્ર 13 વર્ષની ઉંમરે તિલકે વિદ્યાર્થીઓની જરૂરિયાત સમજીને પેપર્સ એન્ડ પાર્સલ PNP નામની લોજિસ્ટિક સેવા શરૂ કરી હતી. અને પોતાનું સ્ટાર્ટઅપમાં કંપની શરૂ કરી છે. 2020 સુધીમાં વાર્ષિક 100 કરોડ રૂપિયાનું બજેટ ઉભું કરવાનું સપનું પણ જોઈ રહ્યો છે. ત્યારે તિલક મહેતા બાદ સફળ બિઝનેસમેન બનશે તિલક સોજીત્રા

READ  મોઢા પર વાગેલા નખે ખોલ્યો હત્યાનો રાજ, પત્નીની હત્યાનો આરોપી સંકજામાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments