ધન્ય છે ગુજરાતના ખેડૂત! વિકસાવી એવી પાણીના સંગ્રહ કરવાની પદ્ધતિ કે તમને પણ ગર્વ થશે

સૌરાષ્ટ્રમાં પાણીની તંગી રહે છે. પાણીના અભાવે પાક નિષ્ફળ જતા અનેક ખેડૂતો આપઘાત કરે છે. પરંતુ એક ખેડૂતે પોતાની કોઠાસૂઝથી બારેમાસ ખેતરમાં પાણી મળી રહે તેવી ટેકનોલોજી વિકસાવી છે. આકાશી ખેતી પર નિર્ભર ખેડૂતોને એક નવી જ રાહ બતાવી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કોઠાભાડુકિયા ગામના ખેડૂત પંકજભાઈએ પોતાના કૂવાને રિચાર્જ કર્યો છે.

આ પણ વાંચો: રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પશુ પાલકોને પ્રતિકિલો ફેટ પર મળતા ભાવમાં કરવામાં આવ્યો વધારો

કૂવાની ફરતે આઠ ફૂટ ઉંડો અને પાંચ ફૂટ પહોળો ખાડો કરી પથ્થરો નાંખી જમીનને સમથળ કરી દીધી છે. જે બાદ ત્રણથી ચાર પાઈપો નાંખીને તેને કૂવામાં ઉતારી છે. ખેડૂત પંકજભાઈએ પોતાના ખેતરમાં જ કૂવાની નજીક 30 બાય 30 ફૂટનો એક મોટો ખાડો તૈયાર કર્યો છે. ખેતરમાંથી નકામુ વહી જતુ પાણી હવે તે ખાડામાં એકઠું થશે. જે બાદ પાણી સીધું ત્યાંથી કૂવામાં પહોંચશે. વર્ષભર ચાલે તેટલા પાણીનો જથ્થો કૂવામાં એકઠો થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સાથે જ આસપાસના જળના તળ પણ ઉંચા આવશે. પંકજભાઈએ કરેલી મહેનતથી સફળતા પણ મળી છે. અને પ્રથમ વરસાદમાં જ આખુ વર્ષ ચાલે તેટલુ પાણી કુવામાં જમા થઈ ગયું છે. આ નવી વિકસાવેલી સિસ્ટમને ગામના અન્ય ખેડૂતો અને સંબંધીઓ પણ વખાણી રહ્યાં છે. જો ખેડૂતો સરકારી મદદની આશા રાખ્યા વગર પોતે જ થોડા સતર્ક બને તો આખુ વર્ષ ઉત્પાદન લઈ શકે તેમ છે.

READ  વસત પંચમીના દિવસે કયા મુહૂર્તમાં પૂજા કરી સરસ્વતી માતાને કરશો પ્રસન્ન, શું છે પૂજાની વિધિ ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments