જનતા કર્ફ્યુ: જાણો તમારા માટે કેમ જરૂરી છે 14 કલાક સુધી ઘરમાં રહેવું!

janta curfew jano tamara mate kem jaruri che 14 kalak sudhi ghar ma rehvu!

ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આજે 22 માર્ચે 14 કલાકનું જનતા કર્ફ્યુ શરૂ થઈ ગયું છે. કોરોનાના જંગ માટે 14 કલાકની પરિક્ષા છે. તેના માટે તમારે ઘર પર રહીને કોરોનાને ફેલાવવાથી રોકવાનો છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે જનતા કર્ફ્યુ જરૂરી બની ગયો છે. તમને જણાવી દઈએ કે જનતામાં કર્ફ્યુમાં તમારે કંઈ કરવાનું નથી. તે જ તમારા માટે સૌથી મોટું કામ છે. 14 કલાક ઘરમાં રહેવાનું છે. તમારે ઘરમાં રહેવાનું છે અને બહાર નીકળવાથી બચવાનું છે.

READ  ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બ્યુટી પાર્લર, હેર સલૂન અને ચાની દુકાન ચાલુ કરવા દેવામાં આવશે: અશ્વિની કુમાર

Image result for janta curfew

 

જનતાનું…જનતા માટે… જનતા દ્વારા લાગૂ આ કર્ફ્યુનો ઉદ્દેશ્ય કોરોના વાયરસને લોકોની વચ્ચે ફેલાવવાથી રોકવાનો છે. કોરોના વાયરસને લોકોની વચ્ચે ફેલાવવાથી અને સંક્રમણની ચેનને તોડવાની છે. જેટલા ઓછા લોકો ઘરની બહાર નીકળશે અને એકબીજાને ઓછા મળશે તેટલો જ કોરોના વાયરસ કંટ્રોલમાં રહેશે. તે માટે જનતા કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જનતા કર્ફ્યુ દરમિયાન ઘરમાં ટીવી જુઓ, બાળકોની સાથે ઘરમાં રમો, પરિવાર સાથે સમય પસાર કરો પણ ઘરની બહાર ના નીકળવું પડે તેવા પ્રયત્ન કરો. માત્ર ઘરની બહાર ના નીકળવાનું કામ તમારે કરવાનું છે. જનતા કર્ફ્યુની વચ્ચે લોકો ઓછામાં ઓછા લોકો બહાર નીકળે તે માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ પર વધારેમાં વધારે રોક લગાવી દેવામાં આવી છે.

READ  ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIનો વિરોધ, કોરોનાના કહેરમાં પરીક્ષા રદ કરવાની માગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારતીય રેલવેએ લગભગ 3700 ટ્રેન એક દિવસ માટે રદ કરી દીધી છે. દિલ્હી સહિત ઘણા શહેરોમાં મેટ્રો પર પણ બ્રેક લાગી ગઈ છે. નોઈડામાં આજે તમામ ફેકટરીઓ, કંપનીઓ, રેસ્ટોરન્ટને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

READ  ચાલાક ચીન સામે શું છે એક્શન પ્લાન? કોરોનાના સંકટ સામે કેટલી સજ્જ કેન્દ્ર સરકાર? અમિત શાહ સાથે ખાસ મુલાકાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે જનતા કર્ફ્યુ દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી પેસેન્જર ટ્રેન ચાલશે નહીં. મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ રવિવારે સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે નહીં. દિલ્હી, નોઈડા, બેંગલુરૂ, ચેન્નાઈમાં મેટ્રો બંધ રહેશે. જ્યારે કર્ફ્યુ દરમિયાન હોસ્પિટલ, મેડિકલની દુકાન, શાકભાજી, કરિયાણાંની દુકાન ખુલ્લી રહેશે.

 

Oops, something went wrong.
FB Comments