આ દેશની સાથે મળીને મૂન મિશનની તૈયારીમાં ISRO

ભારતનું મહત્વપૂર્ણ મિશન ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ચંદ્રની સપાટી પર પહોંચ્યા પહેલા સંપર્ક તૂટી ગયો છે પણ સમગ્ર દુનિયાએ ઈસરોની હિંમતના વખાણ કર્યા છે. ભારતની અંતરિક્ષ એજન્સીની હિંમત પણ જળવાયેલી છે. હવે તે ચંદ્ર પર મોટા મિશનની તૈયારી કરી રહ્યું છે. ઈસરોએ આગામી મૂન મિશન પહેલા કરતા સારૂ અને મોટુ હશે. આ મિશન ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રથી સેમ્પલ લાવી શકે છે.

ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રમાં શોધના આ મિશનને ઈસરો જાપાન એરોસ્પેસ એક્સપ્લારેશન એજન્સી (જાક્સા)ની સાથે ભાગીદારીમાં કરશે. ઈસરોએ એક નિવેદનમાં કહ્યું કે ઈસરો અને જાક્સાના વૈજ્ઞાનિક ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રમાં શોધ કરવા માટે એક સંયુક્ત સેટેલાઈટ મિશન પર કામ કરવાની સંભાવના પર વિચાર કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  MNPના નિયમોમાં થયો બદલાવ, હવે 3 દિવસમાં બદલી શકશો નેટવર્ક કંપની

ચંદ્રયાન-2ની જાહેરાત 2008માં વડાપ્રધાન મનમોહનસિંહના કાર્યકાળ દરમિયાન થઈ હતી. તે સમયે તેને રશિયા સાથે ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રશિયાની અંતરિક્ષ એજન્સી રોસકોસમોસને ચંદ્રયાન-2 માટે લેન્ડર ઉપલબ્ધ કરાવવાનું હતું. આ યોજના કોઈ કારણથી આગળ વધી ના શકી.

ત્યારબાદ 2012માં ઈસરોએ આ મિશનને પૂરો કરવાનો નિર્ણય લીધો. આ વર્ષે જુલાઈમાં જાક્સાએ એસ્ટરોઈડ પર પોતાના હાયાબુસા મિશન-2ને સફળતાપૂર્વક ઉતાર્યુ હતું. આ મુશ્કેલ મિશનને સફળતાપૂર્વક પાર પાડીને જાપાને તેમની તકનીકી ક્ષમતા દર્શાવી છે. જાક્સાનું આ મિશન એસ્ટરોઈડ પર શોધ કરવા માટે સંબંધિત હતું.

READ  ‘કચરો' સારો છે, આગામી 6 વર્ષમાં 5 લાખ નોકરીનું થશે સર્જન, ઈ-વેસ્ટ ક્ષેત્રે ઉભી થશે રોજગારીની તકો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઈસરો અને જાક્સાના સંયુક્ત મિશનને 2024માં લાગૂ કરવામાં આવશે. આ પહેલા 2022માં ભારતનું પ્રસ્તાવિત ગગનયાન મિશન છે. જેની હેઠળ માનવને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. પ્રથમ વખત ભારત અને જાપાનના સંયૂક્ત મૂન મિશનને લઈને 2017માં સાર્વજનિક રીતે વાતચીત કરવામાં આવી હતી.

READ  VIDEO: રાજકોટમાં જયંતિ રવિએ રોગચાળા અને બાળકોના મૃત્યુને લઈ અધિકારીઓને ખખડાવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ વાતચીત બેંગ્લોરમાં મલ્ટી સ્પેસ એજન્સીઓની બેઠક દરમિયાન થઈ હતી. આ પછી, જ્યારે 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે ગયા હતા, ત્યારે તે આંતર સરકારી વાતચીતનો પણ એક ભાગ હતો.

 

Oops, something went wrong.
FB Comments