અમેરિકા બાદ જાપાનનો પણ ભારતને ટેકો, પાકિસ્તાનને કહ્યું, ‘જૈશ એ મોહમ્મદ સામે કડક કાર્યવાહી કરો, પુલવામા આતંકી હુમલાને વખોડીએ છીએ’

પુલવામા આતંકી હુમલા બાદ આતંકવાદના મુદ્દે પાકિસ્તાન તરફ આખા વિશ્વમાંથી દબાણ સતત વધી રહ્યું છે.

 

અમેરિકાએ તો પાકિસ્તાનને પહેલા જ કીધું છે કે તે તેની ધરતી પર ઉછરતા આતંકવાદને નેસ્ત-નાબૂદ કરે. હવે જાપાને પણ પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે.

જાપાનના વિદેશ પ્રધાન તારો કોનોએ કહ્યું, ‘કાશ્મીરમાં વણસેલી પરિસ્થિતિથી અમે ચિંતિત છીએ. અમે 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલાની ટીકા કરીએ છીએ કે જેની જવાબદારી જૈશ એ મોહમ્મદ (JEM)એ લીધી છે. આ સાથે અમે પાકિસ્તાનને અપીલ કરીએ છીએ કે તે આતંકવાદ વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરે. અમે ભારત અને પાકિસ્તાનને વાતચીત દ્વારા પરિસ્થિતિ સામાન્ય કરવાની અપીલ કરીએ છીએ.’

[yop_poll id=1863]

READ  આ કારણે મુંબઈમાં લોટરીમાં જીતેલા 5.8 કરોડનો ફલેટ લેવાની યુવકે ના પાડી દીધી
Oops, something went wrong.
FB Comments