જસદણની પેટા ચૂંટણી કેમ બની ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ? શું કહે છે જસદણ બેઠકનું જ્ઞાતિનું ગણિત?

જસદણની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે અને 23 તારીખે જસદણની પ્રજાએ કોને પસંદ કર્યા તેનો ફેંસલો આવશે. જસદણની ચૂંટણી મહત્વની એટલા માટે છે કે બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે.

જુઓ વીડિયો: 

જસદણ એ કોંગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ કોંગ્રેસને છોડીને ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયા સક્ષમ નેતા હોવાથી કોંગ્રેસ પોતાના ગઢને બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. તો ભાજપ માટે પણ આ જંગ એટલા માટે મહત્વનો છે કેમ કે ત્રણ રાજ્યોમાં ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આ પેટાચૂંટણી ભાજપ માટે મહત્વની છે.

READ  શહીદ જવાનોના પરિવાર માટે ગુજરાત સરકારમાં માત્ર 4 લાખ રુપિયા આપવાની પોલીસી, CM વિજ્ય રુપાણીએ ક્હ્યું આગામી સમયમાં શહીદોના પરિવારને મળતી રકમ વધારવા અંગે નિર્ણય લઈશું

આ પણ વાંચો: નોકરી છોડી ક્રિકેટ કર્યું હતું પસંદ, હવે IPLમાં મળ્યા 8.4 કરોડ! જાણો કોણ છે આ રહસ્યમયી ક્રિકેટર?

જો આ ચૂંટણીમાં પણ ભાજપને હાર મળશે તો તેની અસર લોકસભા ચૂંટણી પર પણ પડી શકે છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પ્રચાર પણ જોરશોરથી કરવામાં આવ્યો. બંને પક્ષો દ્વારા જસદણમાં નેતાઓની ફોજ ઉતારી દેવાઇ હતી. છેલ્લા દિવસે બંને પક્ષોએ રેલીઓ અને રોડ શો પણ કરી ઝંઝાવાતી પ્રચાર કર્યો. જો કે હવે આચાર સંહિતા મુજબ રેલીઓ અને સભાઓ નહી થઇ શકે. પરંતુ ઘરે ઘરે જઇને નેતાઓ પ્રચાર કરશે. ખાટલા પરિષદો પણ શરૂ થઇ ગયા છે અને છેલ્લી ઘડીએ હવે લોકોને વોટ આપવા માટે સમજાવવામાં આવી રહ્યા છે.

READ  Congress appoints 212 observers for upcoming Gujarat Assembly polls - Tv9 Gujarati

જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છ ત્યારે જસદણ વિધાનસભા બેઠકનું જ્ઞાતિ અનુસાર ગણિત જોઈએ તો,

જુઓ વીડિયો:

જસદણનું જ્ઞાતિ ગણિત

કોળી 35 ટકા
લેઉવા પટેલ 20 ટકા
દલિત 10 ટકા
કડવા પટેલ 7 ટકા
આહિર 8 ટકા
અન્ય જાતિ 13 ટકા

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જુઓ વીડિયો:

આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ બંનેએ કોળી મતદારોને જ ટિકિટ ફાળવી છે જેથી બંને પક્ષો વચ્ચે કોળી મતદારોને પોતાની તરફ કરવા મથી રહ્યાં છે. તો પાટીદાર, દલિત, આહિર, ક્ષત્રિય અને મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

READ  Teacher made students walk on broken glass; probe ordered - Tv9 gujarati

[yop_poll id=277]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments