Jasdan by-polls RESULTS LIVE updates

કોણ જીતશે જસદણ?

જસદણની પેટાચૂંટણીનું આજે પરિણામ 

ગુજરાતની જે એક બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો તે જસદણની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવશે. જસદણમાં 20 ડિસેમ્બરે મતદાન થયું હતું અને 2.32 લાખ મતદારોમાંથી 71.23 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે હવે એક લાખ 65 હજાર 325 મતની ગણતરી હાથ ધરાશે. 14 ટેબલ પર મતોની ગણતરી છે જે માટે 19 રાઉન્ડ યોજાશે. જસદણની પેટાચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી મતદાન થયું નથી જેથી એવું મનાઈ રહ્યું છે કે, પરિણામ વહેલું આવશે. સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઈ જશે અને મધ્યાહન થતા પહેલા પરિણામ આવી જાય તેવી શક્યતાઓ છે. ભાજપના કુંવરજી બાવળિયા કે કોંગ્રેસના અવસર નાકિયા? બંનેમાંથી કોણ જસદણના ધારાસભ્ય બનશે તેનો આજે ફેંસલો આવી જશે!

  • જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે પરિણામ
  • 71.23 ટકા થયું હતુ 20 ડિસેમ્બરે મતદાન
  • 1 લાખ 65 હજારથી વધુ મતોની થશે ગણતરી
  • પોસ્ટલ બેલેટ ન હોવાથી વહેલું આવી શકે છે પરિણામ
  • કુંવરજી બાવળિયા અને અવસર નાકિયાના ભાવીનો આવતીકાલે ફેંસલો

 

11:36:25 ભાજપને ભવ્ય વિજય મળ્યો: વિજય રૂપાણી

આ પરિણામે સૌરાષ્ટ્રનો મિજાજ બતાવ્યો: રૂપાણી

જનતાઓ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો: રૂપાણી

11:32:06 ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસ તરફથી લડ્યા હતા અને જીત મેળવી હતી. 

2017માં કુંવરજી બાવળિયાએ 9,277 મતોથી જીત મેળવી હતી જ્યારે ફરીથી ચૂંટણી થતાં કુંવરજી બાવળિયા પહેલા કરતા બમણા મતોથી એટલે કે 19,985 મતોથી જીત્યા છે

11:26:04 જીતનો શ્રેય મતદાતાઓને: ભરત બોઘરા

બાવળિયાની જીતથી ભાજપની ગુજરાત વિધાનસભામાં 100 સીટ થઈ

11:17:15 કુંવરજી બાવળિયાને 90,263 મત મળ્યા

19,985 મતોથી ભાજપના કુંવરજી બાવળિયાની થઈ જીત

11:16:08 કુંવરજી બાવળિયાની જીત, તમામ 19 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ

11:06:32 17મા રાઉન્ડની મતગણતરી બાદ, કુંવરજી બાવળિયા- 81282, અવસર નાકિયા-63467, NOTA- 1873

11:02:14 મને તમામ સમાજના મત મળ્યા: કોંગ્રેસ ઉમેદવાર અવસર નાકિયા

અવસર નાકિયા મતદાન કેન્દ્રની બહાર નીકળ્યા

10:55:48 16 રાઉન્ડના અંતે બાવળિયાની 16,370ની લીડ

10:49:52 કુંવરજી બાવળિયાની જીત નિશ્વિત

બાવળિયા 17,512 મતોથી આગળ, 15 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ

10:43:36 અત્યાર સુધી NOTA 1264 મતો મળ્યા

કુવંરજી બાવળિયા- 71785

અવસર નાકિયા- 52760

10:42:20 હવે 5 રાઉન્ડની જ મત ગણતરી બાકી

10:36:53 13મા રાઉન્ડના અંતે બાવળિયા આગળ

હાલના તબક્કે બાવળિયાની જીત નિશ્વિત

10:32:41 મુખ્યપ્રધાન વિજય રૂપાણી 1 વાગ્યે પહોંચશે જસદણ

ભાજપે વિજય સરઘસની કરી દીધી તૈયારી

વિજય રૂપાણી સરઘસમાં રહેશે હાજર

10:23:05 55 ટકા મતની ગણતરી થઈ પૂર્ણ

10 રાઉન્ડના અંતે કુંવરજી બાવળિયા 15 હજારથી વધુ મતોથી આગળ

10:09:00 પાટીદાર અસર ધરાવતા વિસ્તારોની થઈ રહી છે મતગણતરી

09:58:58 આઠમા રાઉન્ડના અંતે કુંવરજી બાવળિયા

કુંવરજી બાવળિયા- 38529 મત

અવસર નાકિયા- 29587 મત

09:52:32 7 રાઉન્ડના અંતે કુંવરજી આગળ

કુંવરજી બાવળિયા- 35198 મત

અવસર નાકિયા- 24482 મત

09:42:07 કુંવરજી બાવળિયા 11 હજાર મતોથી આગળ

હવે પાટીદાર પ્રભાવિત વિસ્તારની મતગણતરી થશે

09:37:47 હવેના રાઉન્ડમાં કુંવરજી બાવળિયાના ગામની થશે મતગણતરી

અત્યાર સુધીના તમામ રાઉન્ડમાં બાવળિયા અગાળ

09:30:18 પાંચમા રાઉન્ડના અંતે કુવરજી બાવળિયા 7,685 મતોથી આગળ

કુલ 19 રાઉન્ડમાં થઈ રહી છે મતગણતરી

કુંવરજી બાવળિયા- 24534 મત

અવસર નાકિયા- 16849 મત

09:28:30 કુંવરજી બાવળિયાને 5 હજારથી વધુ મતોની લીડ

09:22:56 ચોથા રાઉન્ડની મતગણતરીમાં કુંવરજી બાવળિયા આગળ, 3 હજારથી વધુ મતોથી આગળ

કુંવરજી બાવળિયા- 17819 મત

અવસર નાકિયા- 14745 મત

09:14:20 NOTAમાં અત્યાર સુધી 353 મત પડ્યા

09:09:55 ત્રીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કુંવરજી બાવળિયા ચાલી રહ્યાં છે આગળ

કુંવરજી બાવળિયા- 13783 મત

અવસર નાકિયા- 11062 મત

08:56:34 કુંવરજી બાવળિયા 1 હજાર મતથી આગળ, પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ

કુંવરજી બાવળિયા- 4705 મત

અવસર નાકિયા- 3704

08:46:27 અવસર નાકિયાના ગામની મત ગણતરી 13મા રાઉન્ડમાં થશે

કુંવરજી બાવળિયાના ગામની મતગણતરી છઠ્ઠા રાઉન્ડમાં થશે

08:36:28 બેલેટ પેપરની ગણતરી પૂર્ણ, બેલેટ ગણતરીમાં ભાજપના કુંવરજી બાવળિયા આગળ

08:31:42 અવસર નાકિયા અને ભરત બોઘરા વચ્ચે બોલાચાલી

08:27:48 બેલેટ પેપરથી મતગણતરી શરૂ થઈ

110 બેલેટ પેપરની થઈ રહી છે ગણતરી

08:15:08 ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

08:13:13 કોગ્રેસ ઉમેદવાર અવસર નાકીયા કાઉન્ટીંગ સ્થળે પહોંચ્યા

08:04:23 જસદણ પેટા ચૂંટણીની મતગણતરી શરૂ

2 કલાકમાં જ આવી શકે છે પરિણામ

08:11:07 VIDEO

 

——————————————————————————————————————————————————————————–

JASDAN VOTING UPDATES

ચૂંટણીમાં મતદાર એક દિવસનો રાજા ગણાય છે. પરંતુ આ મતદારનો મિજાજ પરિણામ પહેલા પારખવો મુશ્કેલ છે. મતદારના મિજાજની અસર મતદાન ઉપર જરૂર જોવા મળે છે આજે પણ એવું થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની એક બેઠક, રાજકોટ જિલ્લાની જસદણ બેઠક જેના માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ એક બેઠક છે છતાં પ્રતિષ્ઠાનો જંગ છે. એટલે જ ભાજપ અને કોંગ્રેસ એડી-ચોટીનું જોર લગાવી દીધું. જસદણમાં કુલ 2 લાખ 32 હજાર 115 મતદારો છે. જસદણ અને વિંછિયા તાલુકાના 105 ગામોનો આમાં સમાવેશ થાય છે અને 105 ગામોના મતદારો માટે 262 મતદાન કેન્દ્રોની વ્યવસ્થા ગોઠવાઈ છે. આમ તો જસદણમાં જંગ ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે જ છે પરંતુ તે ઉપરાંત અન્ય 6 ઉમેદવારો પણ મેદાને છે જેમાંથી 4 અપક્ષ છે.

 

17:00:40 જસદણ પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, 5 વાગ્યા સુધીનું સરેરાશ 73% મતદાન  

જસદણ સીટી પૂર્વ- 69%

જસદણ સીટી પશ્ચિમ- 73%

જસદણ સીટી ઉત્તર- 72%

જસદણ તાલુકા- 78%

16:57:26 4 વાગ્યા સુધીમાં 65.04% મતદાન થયું જેમાંથી,

82,262 પુરુષોએ કર્યું મતદાન

68,715 મહિલાઓએ કર્યું મતદાન

67.33 % પુરુષોએ કર્યું મતદાન

62.50 % મહિલાઓ એ કર્યું મતદાન

16:20:03 જસદણ પેટા ચૂંટણીના મતદાનમાં અત્યાર સુધીમાં કુલ 37 ફરિયાદ મળી

ત્રણ સ્થળે 4 વીવીપેટ મશીનમાં ખામી સર્જાઈ

16:12:11 જસદણ પેટા ચૂંટણીનું 4 વાગ્યા સુધીનું સરેરાશ 65.04% મતદાન  

જસદણ સીટી પૂર્વ- 58%

જસદણ સીટી પશ્ચિમ- 62%

જસદણ સીટી ઉત્તર- 57%

જસદણ તાલુકા- 63%

15:29:28 આટકોટનાં 100 વર્ષનાં વાલજીભાઈ વધાસીયાને લોકોએ પલંગ સાથે મતદાન મથકે લઇ જઇને મતદાન કરાવ્યું

15:16:59 કમળાપુર ગામે પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભાણિયાએ પરિવાર સાથે મતદાન કર્યું

15:04:46 જસદણ પેટા ચૂંટણીનું 3 વાગ્યા સુધીનું સરેરાશ 54% મતદાન  

જસદણ સીટી પૂર્વ- 52%

જસદણ સીટી પશ્ચિમ- 54%

જસદણ સીટી ઉત્તર- 56%

જસદણ તાલુકા- 58%

14:15:20 જસદણ પેટા ચૂંટણીનું 2 વાગ્યા સુધીનું સરેરાશ 49% મતદાન  

જસદણ સીટી પૂર્વ- 46%

જસદણ સીટી પશ્ચિમ- 45%

જસદણ સીટી ઉત્તર- 53%

જસદણ તાલુકા- 52%

14:11:05 જસદણમાં કોંગ્રેસનાં ધારાસભ્યોની અટકાયત અંગે કોગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર પ્રહારો

અટકાયત અંગે પોલીસ અને ચૂંટણી પંચ જવાબ આપે

“કોંગ્રેસને મળી રહેલા સમર્થનથી ભાજપ ગભરાઈ ગઈ”

13:14:22 જસદણ પેટા ચૂંટણીનું 1 વાગ્યા સુધીનું સરેરાશ 42% મતદાન  

જસદણ સીટી પૂર્વ- 39%

જસદણ સીટી પશ્ચિમ- 41%

જસદણ સીટી ઉત્તર- 43%

જસદણ તાલુકા- 45%

13:09:05 કોગ્રેસના નેતા વિરજી ઠુમ્મરની પોલીસે અટકાયત કરાતા કોંગ્રેસ નેતા રોડ પર બેઠા

12:55:21 જસદણ પેટાચૂંટણીમાં બોગસ મતદાનની શક્યતા, વીંછીયાના દડલી ગામમાં ભtપતભાઇ ધોરીયાના નામે કોઈક મતદાન કરી ગયું

ભtપતભાઇ મતદાન કરવા માટે આવ્યા ત્યારે ચૂંટણી અધિકારીઓએ કહ્યું તમારું મતદાન થઈ ગયું

12:40:18 લાઠી કોંગ્રેસના MLA વિરજી ભાઈ ઠુમ્મરને સાનાથલી નજીકથી પોલીસે કર્યા ડિટેઇન

પોલીસ સાથે બોલાચાલી બાદ વિરજી ઠુમ્મરને આટકોટ પોલીસ સ્ટેશને લઈ જવાયા

12:36:03 જસદણમાં 12 વાગ્યા સુધીમાં 36.85 ટકા મતદાન નોંધાયુ

12:35:27 કોંગ્રેસે પોલીસ વડાને ટેલિફોનિક ફરિયાદ કરી

દળવા સહિતના આજુબાજુના ગામડાઓમાં મતદાતાઓને દબાણપૂર્વક મતદાન કરાવાઈ રહ્યું હોવાના આક્ષેપ

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મતદાતાઓને ધમકાવી રહ્યા હોવાની ફરિયાદ

પોલીસ વડાને ટેલિફોનિક ફરિયાદ કરી ટીમ મોકલવા કરી માગ

12:30:00 જસદણ ગામે આદર્શ દિવ્યાંગ મતદાન મથક નંબર 125/262 પર થઈ બબાલ

દિવ્યાંગો માટે ખાસ બનાવવામાં આવ્યું છે આ મતદાન મથક

અકસ્માતથી ઈજાગ્રસ્ત ભરતભાઈ અજુભાઈ વાઘેલાને મત આપવા દેવાનો અધિકારીઓએ ઇનકાર કર્યો

અધિકારીઓએ મતદાન મથક પર મતદાન રૂમ માંથી તેમને બહાર ધકેલાયા

પરિવારે ઠાલવ્યો આક્રોશ

શ્રી વાજસુર પરા કુમાર શાળામાં મત આપવા આવ્યા હતા ભરતભાઈ અને તેમનો પરિવાર

12:23:19 કોગ્રેસનો સ્થાનિક પ્રશાસન પર પક્ષપાત રાખવાનો આરોપ

કોગ્રેસના નેતાઓને કરાઇ રહ્યાં છે ડીટેઇન તો બીજેપીના જસદણ બહારના નેતાઓ ફરીને કરાવી રહ્યા છે મતદાન

વિરજી ઠુમ્મર, ઋત્વિક મકવાણા સહિતના ધારાસભ્યોને કરાયા છે ડીટેઇન

12:21:45 ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની શીવરાજપુર નજીકથી રાજકોટ રૂરલ પોલીસે કરી અટકાયત

12:07:40 જસદણના વીરનગરમાં ખેડૂતો કરી રહ્યાં છે વિરોધ

ડુંગળી-લસણના હાર પહેરીને ખેડૂતોએ સરકારની ખેડૂતોલક્ષી નીતિઓનો કર્યો વિરોધ

ડુંગળી-લસણના હાર પહેરીને ખેડૂતો પહોંચ્યા મતદાન કેન્દ્ર

12:04:51 જસદણ પેટા ચૂંટણીનું 12 વાગ્યા સુધીનું સરેરાશ 32% મતદાન  

જસદણ સીટી પૂર્વ- 28%

જસદણ સીટી પશ્ચિમ- 33%

જસદણ સીટી ઉત્તર- 29%

જસદણ તાલુકા- 34%

11:08:23 જસદણ પેટા ચૂંટણીમાં જસદણ બહારના નેતાઓને પોલીસદ્વારા બહાર કાઢવાના કોંગ્રેસના આરોપોને ભાજપના નેતાઓ ફગાવી રહ્યાં છે. ભાજપના પ્રવક્તા શૈલેષ પરમારનું કહેવું છે કે કોંગ્રેસના નેતાઓ મતદારોને લાલચ આપી પ્રભાવિત કરી રહ્યાં છે એટલે તેમને પોલીસ બહાર ધકેલી રહી છે.

11:07:02 જસદણ પેટા ચૂંટણીનું 11 વાગ્યા સુધીનું સરેરાશ 22% મતદાન  

જસદણ સીટી પૂર્વ- 19%

જસદણ સીટી પશ્ચિમ- 23%

જસદણ સીટી ઉત્તર- 20%

જસદણ તાલુકા- 40%

11:03:25 કુંવરજી બાવળિયાનો વોટ કરતો ફોટો વાયરલ થવાની ઘટનામાં ચૂંટણી પંચના નિયમ ભંગ હેઠળ થશે કાર્યવાહી  

ઈલેક્ટ્રિક ગેઝેટ લઈ ન જવાની સૂચના છતાં કેવી રીતે મતદાન મથકમાં લવાયો મોબાઈલ ? તે અંગે પણ થશે તપાસ

કોના દ્વારા – કોની સુચનાથી મોબાઈલ લવાયો તે અંગે થશે પૂછપરછ

10:52:33 જસદણના દડલી ગામે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી, કોંગ્રેસના કાર્યકરોની બે કાર ડીટેઇન કરાઇ

10:45:29 જસદણ પેટા ચૂંટણીમાં મતદાન કરવા વૃદ્ધો પણ ઘરની બહાર નીકળ્યા

10:43:53  જસદણ મતદાનમાં કુંવરજી બાવળિયાનો મત આપતો ફોટો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

10:06:56 જસદણમાં અત્યાર સુધી 15% મતદાન

10:07:40 જસદણ સીટી ઉત્તરમાં 17% મતદાન

જસદણ તાલુકામાં 18% મતદાન

જસદણ સીટી પૂર્વમાં 12% મતદાન

જસદણમાં 9 વાગ્યા સુધી સરેરાશ 7 ટકા મતદાન નોંધાયું

Jasdan by-polls 2018

Jasdan by poll : Congress ‘ Avsar Nakia casts his vote

Jasdan by poll : BJP ‘s Kunvarji Bavalia casts his vote

BJP’s Kunvarji Bavalia confident of winning Jasdan by-polls

Video :

WhatsApp પર સમાચાર