આ બોલરે બદલ્યું જસપ્રીત બુમરાહનું જીવન, આ પ્રકારે થયું હતું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ડેબ્યૂ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં બેટસમેન માટે જસપ્રીત બુમરાહ ઘાતક સાબિત થઈ રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝની સામે સબિના પાર્કમાં રમાઈ રહેલી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતીય બોલર જસપ્રીત બુમરાહે વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ લાઈન-અપ જ ખોરવી દીધી હતી.

બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ હેટ્રિક લઈને 6.1 ઓવરમાં માત્ર 12 રન આપીને 6 વિકેટ મેળવી હતી. એન્ટિગા ટેસ્ટની બીજી ઈનિંગમાં પણ બુમરાહે 7 રન આપીને 5 વિકેટ લીધી હતી. હાલમાં બુમરાહ બેટસમેનો માટે ખુબ ઘાતક સાબિત થઈ રહ્યા છે. બેટસમેનોને ખ્યાલ નથી આવતો કે બુમરાહેની સામે શું કરે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વકપમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ આ ખેલાડી 2019માં પૂરો કરશે, જાણો કોણે સૌથી વધારે વિશ્વકપમાં છગ્ગા ફટકાર્યા છે!

ભારતને બુમરાહ જેવો ખેલાડી સરળતાથી નથી મળ્યો. બુમરાહને તેની કિસ્મતનો પણ સારો સાથ મળ્યો. બુમરાહે 23 જાન્યુઆરી 2016ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી. બુમરાહને ઓસ્ટ્રેલિયાની સામે વન-ડે સીરીઝમાં ડેબ્યુ કરવાની તક મળી.

ત્યારે બુમરાહ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ ન હતા. તે સમયે ભારતીય ટીમમાં ઉમેશ યાદવ, ભૂવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી સિલેક્ટર્સની પ્રથમ પસંદ હતા પણ એક બોલરની ઈજાએ બુમરાહની જીંદગી બદલી દીધી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોરોનાને લઈ BCCIએ ભારતીય ખેલાડીઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા, અજાણ્યા ફોનથી અન્ય લોકો સાથે સેલ્ફી ન લેવાનો આદેશ

 

 

આ બોલર બીજું કોઈ નહી પણ મોહમ્મદ શમી હતો. જેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી. ત્યારબાદ જસપ્રીત બુમરાહને વન-ડે અને ટી-20 સીરીઝ માટે પસંદ કરવામાં આવ્યા. મોહમ્મદ શમીની ઈજાના કારણે ટીમ મેનેજમેન્ટની પાસે બુમરાહનો વિકલ્પ હતો. બુમરાહને તેમની યૂનિક બોલિંગ એક્શનના કારણે તક આપવામાં આવી. ત્યારબાદ બુમરાહે પોતાની પસંદગીને સાચી સાબિત કરી અને ઓસ્ટ્રેલિયાના બેટસમેનો પર તેમની બોલિંગ ભારે પડી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઓસ્ટ્રેલિયાના બેટસમેન આ નવી અનોખી બોલિંગ એક્શનવાળા બોલરની સામે વધુ ટકી શક્યા નહી, બુમરાહે તેમના યોર્કરથી સમગ્ર ક્રિકેટ જગતને હેરાન કરી દીધા. તે સમયે કેપ્ટન ધોનીએ જસપ્રીત બુમરાહ પર ભવિષ્યવાણી કરી હતી અને ભારતીય ક્રિકેટની સૌથી મોટી શોધ બતાવી હતી.

READ  જસપ્રીત બુમરાહના તોફાનમાં ઉડી ગઈ વેસ્ટઈન્ડીઝની ટીમ, બુમરાહે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવો

ધોનીએ તેમની લાઈન અને લેન્થના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આ ખેલાડીનું ભવિષ્ય ઉજ્જવળ છે. ધોની બુમરાહના યોર્કરના પ્રશંસક હતા અને તેમને કહ્યું હતું કે બુમરાહની અંદર ભારતીય ટીમને ઘણી મેચ જીતાડવાની તાકાત છે.

 

Oops, something went wrong.
FB Comments