જવાહર ચાવડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો, મંત્રીપદ આપવા બાબતે કહ્યું પાર્ટી જે નક્કી કરશે તે સ્વીકારીશ

માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કમલમ ખાતે પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે જવાહર ચાવડાના આગમનથી ભાજપની તાકાતમાં વધારો થશે. 

ભાજપમાં જોડાવાને લઈને જવાહર ચાવડાએ એક નિવેદન આપ્યું જેમાં કહ્યું કે લોકો નવી હોટેલમાં જમવા જાય તેમ નવા પક્ષમાં આવ્યો. વધુમાં તેમણે ભાજપમાં જોડાવા અંગે કહ્યું કે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા જરુરી છે. હાલ ભાજપ દ્વારા તેમને ખેસ પહેરાવીને તેમના આગમનનું સ્વાગત કરાયું છે તેમને મંત્રીપદ મળશે કે નહીં તેવી અટકળો વિશે જવાહર ચાવડાએ જણાવ્યું કે કોઈ પ્રકારની શરતો રાખવામાં આવી નથી. મંત્રીપદ આપવું કે નહીં તે ભાજપ પાર્ટી નક્કી કરશે હાલ તો હું માત્ર ભાજપમાં જોડાયો છો.

READ  હિતોનો ટકરાવ: કેપ્ટન કોહલીની વિરૂદ્ધ ફરિયાદની તપાસ કરશે BCCIના એથિક્સ અધિકારી
Oops, something went wrong.
FB Comments