જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બંને શાર્પશૂટરોની CID ક્રાઈમ બ્રાંચે CCTV ના આધારે કરી ધરપકડ, જુઓ Video

કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ભાનુશાળીની હત્યા કરનાર બંને શાર્પશૂટરોની CID ક્રાઇમે ધરપકડ કરી લીધી છે.

બાતમીને આધારે શાર્પશૂટર શશિકાંત કાંબલે અને અશરફને સાપુતારાથી પકડયા હતા. બંને શાર્પશૂટરો મહારાષ્ટ્રના રહેવાસી છે. છબિલ પટેલે જયંતિ ભાનુશાળીની હત્યા કરવા 30 લાખની ખંડણી આપી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. ભૂજમાં નારાયણ ફાર્મમાં રોકાયેલા આરોપીને એડવાન્સમાં પાંચ લાખ રૂપિયા મુંબઈના મોલમાં આપવામાં આવ્યા હતા. તેમાંથી આરોપીઓએ હથિયાર ખરીદ્યા હતા.

ભાનુશાળીએ કોચનો દરવાજો ખોલતા જ આરોપીઓએ તેમના માથામાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારી બાઈકમાં ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં આરોપીઓ ટેકનોલોજીના જાણકાર હતા. ગુગલ મેપના આધારે રસ્તો શોધી નાસી છૂટ્યા હતા. આબુ, રાજસ્થાન થઈને મુંબઈ ગયા ત્યાંથી કુંભ અને પછી વૈષ્ણદેવી પહોંચ્યા હતા. આરોપીઓએ પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી છે. નોંધનિય છે કે, આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ કરી છે.

[yop_poll id=1534]

Valsad: Massive fire breaks out in a company at Gundlav GIDC- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ગુજરાતના 4.5 લાખ વૃક્ષોને કપાતા બચાવવા પર્યાવરણ પ્રેમીઓએ ગાંધીનગરમાં કાઢી રેલી

Read Next

‘રામ રાખે તેને કોણ ચાખે’ એકસાથે 4 વાહનોની જોરદાર ટક્કર થઈ પણ કોઈ જાનહાની ન થઈ, જુઓ PHOTOS

WhatsApp chat