જયંતી ભાનુશાળીની હત્યાના પ્રત્યક્ષદર્શી પવન મોરેનું પર્સ ટ્રેનના કોચમાંથી કચ્છના આડેસરમાં કેવી રીતે પહોંચી ગયું ? પોલીસ હજી અંધારામાં

જયંતી ભાનુશાળી હત્યાકેસની તપાસ કરી રહેલ SIT ની ૧૫ જેટલી ટીમો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી હત્યારાઓ સુધી પહોંચવાની કડીઓ જોડી રહી છે.

આખરે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે જયંતી ભાનુશાળીના હત્યારાઓને તેમના સહપ્રવાસી પવન મોરેએ પોતાની નરી આંખે જોયા હતા. પવન મોરે જે વર્ણન આપે તેના આધારે હત્યારાઓના સ્કૅચ તૈયાર કરી તેઓનું પગેરું મેળવવાની કવાયત શરૂ કરાઈ છે.

દરમ્યાન આજે તપાસ એજન્સી દ્વારા ફરિયાદમાં ઉલ્લેખાયેલ 2 આરોપીઓ સહિત 9 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ભાજપના નેતા જયંતી ભાનુશાળી ની હત્યાની તપાસ માટે રચાયેલ SITની અલગ-અલગ 15 ટુકડીઓ રાજ્યના અલગ અલગ શહેરોમાં વિવિધ મુદ્દાઓ અને થિયરી પર તપાસ કરી રહી છે. સીધી તપાસ સાથે સંકળાયેલ રેલવે પોલીસના અધિકારીઓએ અત્યાર સુધી 50થી વધુ લોકોની પૂછપરછ કરી નિવેદન નોંધ્યા છે, પરંતુ તેમાંથી કોઈ ફળદાયી હકીકતો સામે આવી નથી.

આ પણ વાંચો : કેવી છે ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક’? સેનાની જાંબાઝીનો જોશ કે ઓવરડોઝ ? ફિલ્મના અંતે શું મળશે સરપ્રાઇઝ ?

જયંતી ભાનુશાળીના સહપ્રવાસી પવન મોરે એકમાત્ર આ કેસની ગૂંચ ઉકેલવા માટેની મજબૂત કડી છે કે જે બે દિવસ સુધી પોલીસને અધૂરી માહિતી આપતો હતો કે જેને કારણે પોલીસને કોઈ ચોક્કસ દિશા મળતી નહોતી. હત્યારાઓની બીકને કારણે તે હકીકતો છુપાવી રહ્યો હતો, પરંતુ ગઈકાલે તેણે જે વિગતો આપી તેને કારણે હત્યારાઓનું પ્રાથમિક વર્ણન મેળવવામાં તપાસ એજન્સીને સફળતા મળી છે, પરંતુ તે જે વર્ણન આપી રહ્યો છે તેના આધારે જે સ્કૅચ ઉપસી રહ્યા છે તે કોઈ ગુનેગારની ઓળખ છતી નથી કરી રહ્યા અથવા આ પ્રકારનો ગુનો કરનાર ગૅંગના કોઈ માણસ સાથે તે સ્કૅચ મૅચ નથી થઈ રહયા. તેથી સ્કૅચ આર્ટિસ્ટ પાસે પવન મોરે ને બેસાડી વધુ કસરત કરાવવામાં આવી રહી છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જયંતી ભાનુશાળીની હત્યા પછી હત્યારાઓ પવન મોરેનું પર્સ લૂંટી ને ભાગ્યા હતા કે જે પર્સ કચ્છના આડેસરમાંથી મળ્યું છે. પર્સ લૂંટાયું હોવાની વાત પવન મોરેએ છુપાવી હતી, પરંતુ તેના ક્રેડિટ કાર્ડ તથા અન્ય મહત્વના દસ્તાવેજો સાથેનું આ પર્સ આડેસરમાં રસ્તામાં કોઈ વ્યક્તિને મળ્યું હતું કે જે સ્થાનિક પોલીસ સુધી પહોંચ્યું હતું અને બાદ માં તપાસ ટીમ સુધી આ પર્સ પહોંચ્યું છે. તેના આધારે પવનની પૂછપરછ કરાતા તેને જણાવ્યું હતું કે તેના કાર્ડ તથા કેટલીક ચીજ વસ્તુઓ હતી તેથી તેને રાતોરાત ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દીધા હતા.

આ પણ વાંચો : જો આ 4 રાશિઓમાંથી તમારી કોઈ એક રાશિ છે, તો તમારા પર આ વર્ષે થશે રૂપિયાનો વરસાદ, દટાયેલું ધન પણ મળી શકે!

આશંકા છે કે જયંતી ભાનુશાળીનો એક ગુમ મોબાઈલ પણ હત્યારાઓ લઈ ગયા. એસી કોચમાં 17 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તેમાંના કેટલાક જનરલ ટિકિટ લઈને કોચમાં ચઢ્યા હતા અને બાદમાં એસી કોચની ટિકિટ ટીસી પાસેથી લીધી હતી. આવા કેટલાક મુસાફરો પૈકી 4થી 5 મુસાફરોની અલગ અલગ સ્થળોએ પૂછપરછ કરી તેઓના કૉલ ડિટેલ્સ તથા અન્ય બાબતો ની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી દ્વારા રેલવે પાસેથી સાયજીનગરી ટ્રેનમાં રિઝર્વેશન કરાવનાર ,કૅન્સલ કરવનાર અને મુસાફરી કરી રહેલ તમામ મુસાફરોની વિગતો મેળવવામાં આવી છે અને તેમાં શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : દરેક ગુજરાતી ઘરમાં જોવામાં આવતા જેઠાલાલનું જોડાઈ ગયું સ્ટૅચ્યૂ ઑફ યુનિટી સાથે નામ : જુઓ Video

જયંતી ભાનુશાળીએ જે 5 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તે પૈકીના 2 આરોપીઓના પોલીસે નિવેદન નોંધ્યા છે અને તેઓને કઈ-કઈ બાબતોને લઈને જયંતી ભાનુશાળી સાથે વિવાદ હતો તે અંગે પૂછપરછ તથા તપાસ કરવામાં આવી રહી છે. બાકીના આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. સાથે જ આ તમામ ના કૉલ ડિટેલ તથા છેલ્લા ત્રણ માસની ગતિવિધિઓ ની ચકાસણી કરવામાં આવી રહી છે.

હત્યારાઓ અથવા હત્યારાઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ પ્લેનનો ઉપયોગ કર્યો હોવાની આશંકા સાથે ભુજ ઍરપોર્ટ અને અમદાવાદ ઍરપોર્ટ સહિત ગુજરાતના તમામ ઍરપોર્ટના ફલાઇટ શિડયુલ અને મુસાફરો ની યાદી મંગાવી છે.

તપાસ એજન્સીને આશંકા છે કે હત્યા કર્યા પછી હત્યારાઓ પ્લેન મારફતે ભાગ્યા હોઈ શકે. છબીલ પટેલનો છેલ્લા એક માસનો રેકૉર્ડ ચકાસી લેવામાં આવ્યો છે અને તે ક્યારે અમેરીકા ગયા છે તેની વિગતો મેળવી લેવાઈ છે. જયંતી ભાનુશાળી છેલ્લા એક માસ દરમ્યાન કોને-કોને મળ્યા હતા તથા તેઓની ગતિવિધિ શુ રહી હતી તે તમામ બાબતો ની તપાસ કરવામાં આવી રહી છે.
સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેના ડીજી આશિષ ભાટિયાની સીધી દોરવણી હેઠળ 15 જેટલી ટીમો અલગ-અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે કે જેમાં અલગ અલગ થિયરી પર તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હત્યાનું કારણ અને હત્યા કરાવનાર વ્યક્તિ શોધવા માટે હજુ અંધારામાં જ ફાંફા મારવામાં આવી રહ્યા છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Vadodara: Koffee with Karan Controversy;Women org. stage protest by burning poster of Hardik Pandya

FB Comments

Hits: 2736

Comments are closed, but trackbacks and pingbacks are open.