કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ પૂછ્યું કોણ છે પ્રશાંત કિશોર, તો જવાબ આપ્યો હું તેમને ઓળખું છું!

jdu-leader-prashant-kishor-respond-on-hardeep-singh-puri-question pk Ae javab ma kahyu hu temne odkhu chu

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીના એક નિવેદને વિવાદ જગાવી દીધો છે. પુરીએ પૂછ્યું કે, પ્રશાંત કિશોર કોણ છે. જેના પર જવાબ આપતા પ્રશાંત કિશોરે કહ્યું કે, પુરીજીએ એકદમ સાચુ કહ્યું કે, તેઓ મને નથી ઓળખતા તો પછી મને ન ઓળખવા જોઈએ.

 

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર કર્યા શાબ્દીક પ્રહાર

PKએ કહ્યું કે, હરદીપ પુરીજી દેશના બહુ મોટા નેતા છે. ભારત સરકારના મંત્રી છે. અને તેના માટે મારા જેવા સામાન્ય વ્યક્તિની ઓળખ કરવી સંભવ નથી. અને એકલા દિલ્હીમાં આશરે 50 લાખ જેટલા યુપી-બિહારના મારા જેવા લોકો વસવાટ કરે છે. અને મહેનત કરે છે.

READ  દિવાળીમાં સાવધાન...ભેળસેળિયા માવાની મીઠાઈ બની શકે છે તમારા માટે મુસીબત

Image result for hardeep singh puri

પ્રશાંત કિશોરે કહ્યું કે, યુપી-બિહારના લોકો પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરે છે. અને તેવામાં આટલા લોકોમાં હરદીપ જેવા મોટા નેતા કોઈને વ્યક્તિગત રીતે જાણવાની કોશિશ કરશે તો, તેમની ગરીમા અને પદની વિરુદ્ધ પણ હશે. પરંતુ હું તેમને ઓળખું છું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  એર-ઈન્ડિયાની 100 ટકા ભાગીદારીનું સરકાર કરશે વેચાણ, કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહે કરી જાહેરાત

 

 

FB Comments