નીતિશ કુમારની નવી નીતિ, બિહારમાં NDAની સાથે તો બહાર એકલા જ ચૂંટણી લડશે જેડીયુ

બિહારમાં જેડીયુ અને ભાજપ વચ્ચે રાજનીતિક વિવાદ ચાલી રહ્યો છે. જેડીયુની બેઠકમાં સર્વસંમતિથી એક ફેંસલો લેવામાં આવ્યો છે. જેમાં જેડીયુ કેવી રીતે એનડીએ  અને ભાજપની સાથે ગઠબંધનમાં રહેશે તેનો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એનડીએની સાથે જેડીયુ છેડો ફાડવાની તૈયારીમાં છે અને આ બાબતે ફેંસલો પણ લેવાઈ ગયો છે. બિહારમાં જ ફક્ત એનડીએની સાથે જેડીયુ પોતાનું ગઠબંધન ચલાવવા માગે છે જ્યારે બિહારની બહાર જે પણ રાજ્યોમાં છે તેમાં જેડીયુ પોતાના દમ પર એકલા લડવાની વિચારણા કરી રહી છે.

READ  રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેડીયુની રાષ્ટ્રીય બેઠક યોજાઈ તેમાં પ્રશાંત કિશોર બાબતે કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી પણ એનડીએ સાથે બિહારની બહાર છેડો ફાડી નાખવાનું મન જેડીયુએ બનાવી લીધું છે. નીતિશ કુમારે કહ્યું કે પાર્ટી પોતાના કરેલા કામના આધારે ચાર રાજ્યોની ચૂંટણીમાં વોટ માગશે. જેમાં જમ્મુ-કશ્મીરમાં પાર્ટી મજબૂત રીતે ચૂંટણી લડશે કેમ કે ત્યાં પાર્ટીએ સારુ પ્રદર્શન કરીને પંચાયતની ચૂંટણીમાં 600 સીટ જીતી છે. ત્રણેય નગરનિગમ પર પાર્ટીનો કબ્જો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે પાર્ટી ઘાટીની 47 અને જમ્મુની 11 સીટ પર ચૂંટણી લડશે.

READ  VIDEO: ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ નોંધાશે ફરિયાદ, કોર્ટે આપ્યા આદેશ

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

નીતિશ કુમારે કહ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી પર હવે જનતાનો ભરોસો રહ્યો નથી. ભાજપ અને કોંગ્રેસને ત્યાં જનતા જોઈ ચૂકી છે. તેમણે કહ્યું કે બિહારમાં અમે એનડીએની સાથે છીએ જ્યારે પણ જરુર પડશે ત્યારે ભાજપને સમર્થન આપતા રહીશું જેવું નાગાલેન્ડમાં આપ્યું હતું.

આ પણ વાંચો:  BJP-TMC વિવાદ: પશ્ચિમ બંગાળમાં કાર્યકર્તાઓની અંતિમવિધિ રસ્તા પર કરવા જ ભાજપની માગણી

પ્રશાંત કિશોરની સંસ્થા તૃણમુલ કોંગ્રસ એટલે કે મમતા બેનર્જી માટે પણ રણનીતિ બનાવશે જ્યારે આ અંગે નીતિશ કુમારે ખૂલાસો કર્યો કે આ સંસ્થા સાથે પ્રશાંત કિશોરને કશી લેવા દેવા નથી. કોઈ સવાલ ઉઠશે તો જવાબ પણ તેઓ જ આપશે, હાલ તો પાર્ટીએ જે કામ આપ્યું છે તેઓ તે કરી રહ્યાં છે.

READ  મહારાષ્ટ્ર મામલે સુપ્રીમ કોર્ટ આવતીકાલે સવારે 10.30 વાગ્યે નિર્ણય સંભળાવશે

 

Shah-e-Alam Congress corporator Shehzad Khan Pathan reached AMC

FB Comments