ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા જૈશના આતંકી સંગઠનની ધમકી, આતંકી હુમલાની ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક

JeM releases threat video ahead of Trump's India visit trump ni India visit pehla jaise na aatanki saganthan ni dhamki aatanki humla ni dhamki ne pagle suraksha agencyo satark

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા આંતકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં બદલો લેવાની વાત કહેવામાં આવી છે. સાથ જ પવિત્ર ગ્રંથ ‘કુરાન શરીફ’નો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે જો કોઈએ હત્યા કરી છે તો તેને માફ કરવામાં નહીં આવે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોનાના સંકટ વચ્ચે અમેરિકાએ લીધો આ મોટો નિર્ણય

આ વીડિયો દ્વારા ભારત સરકારને ધમકી આપવામાં આવી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે તમે મુસ્લિમ સમુદાયને પરેશાન કર્યા, તેનો બદલો લેવામાં આવશે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓને આ વીડિયોની લીડ મળી છે કે આ મહીનાની શરૂઆતમાં POKમાં આંતકવાદી તાંઝિમોની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ISI અને પાક. આર્મીના અધિકારીઓ પણ હાજર હતા. તેમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે હિઝબુલ મિઝહિદાનને સક્રિય કરવામાં આવે.

READ  દેશમાં કોરોના વાઈરસના 12,900 કેસ, જાણો કેવી છે મહારાષ્ટ્રની કેવી છે સ્થિતિ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ટ્રમ્પના પ્રવાસ દરમિયાન એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કલમ 370 નાબૂદ કર્યા પછી કાશ્મીરીઓ ગુસ્સે છે અને તેઓ આતંકી હુમલા કરી રહ્યા છે. કાશ્મીરઓના મનમાં ભય વધારવા માટે, શહેરી વિસ્તારોમાં પોલીસ, સુરક્ષા દળો અને સામાન્ય લોકો પર ફાયરિંગ અને ગ્રેનેડ હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સુરક્ષા દળોના કાફલા પર મોટાપાયે આત્મઘાતી હુમલાઓ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

READ  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત સાથે ગુજરાતી વાનગીઓનો પણ સ્વાદ માણશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દેશમાં કોઈ સુખી નથી,બધા આંદોલન કરી રહ્યા છે: મોહન ભાગવત

FB Comments