જેટ એરવેઝની મુશ્કેલીમાં વધારો, રકમની ભરપાઈ ન કરતાં યુરોપીયન કાર્ગો કંપનીએ વિમાન કબ્જે કર્યું

યુરોપીય કાર્ગો કંપનીની બાકી રકમની ભરપાઈ ન કરતા, એમ્સ્ટરડેમ એરપોર્ટ પર જેટ એરવેઝનું એક વિમાન કબ્જે કર્યું છે. પહેલી વખત એવુ થયું છે કે, જ્યારે આર્થીક સંકટના કારણે જેટ એરવેઝને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય.

નાણાકિય સંકટમાં ફસાયેલી જેટ એરવેજની મુશ્કેલી વધી રહી છે, કાર્ગો સેવા આપતી યૂરોપની એક કંપનીની બાકી રકમની ભરપાઈ ન થવાના કારણે જેટ એરવેજની બોઈંગ વિમાન ને એમ્સ્ટરડેમ એરપોર્ટ પર કબ્જે કર્યું છે. આ પહેલી વખત એવુ બન્યું છે કે, જેટ એરવેજના કોઈ વિમાનને જપ્ત કર્યું છે.

READ  શું વિજ્ય માલ્યાના કિંગફિશર જેવી જ સ્થિતિ જેટ એરવેઝની પણ થશે ? પાયલોટોની હડતાળની ચીમકી, સરકાર ચિંતિત

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ એરલાઈન્સના સુત્રોનુ કહેવુ છે કે, આ વિમાન મંગળવારે મુંબઈ થી એમ્સ્ટરડેમ ગયું હતું. અને ત્યાંથી ગુરુવારે પરત આવવાનું હતું. પરંતુ કાર્ગો કંપનીની બાકી રમકની ચુકવણી ન થતાં જેટ એરવેજના વિમાનને કબ્જે કરવામાં આવ્યું.

 

 

જણાવી દઈ એ નાણાંકિય તંગીના કારણે જેટ એરવેજ પોતાના 75 ટકા વિમાનોને અટકાવી દેવામાં આવ્યા છે. જો કે હવે એરલાઈન્સ માત્ર 25 વિમાનોની સેવા પર ચાલી રહી છે. જોકે પહેલા 123 વિમાન ઉડતા હતાં. આ ઉપરાંત જેટ એરવેજ પોતાની ખરાબ સ્થિતીના કારણે પાયલટોને પગાર પણ આપી શકે તેમ નથી.

READ  સુષમા સ્વરાજના નામે એવા 10 રેકોર્ડ જે કોઈ તોડી નહીં શકે, જુઓ VIDEO
Oops, something went wrong.
FB Comments