જેટ એરવેઝના પાયલટ અને એન્જિનિયરો સ્પાઈસ જેટમાં કામ કરવા માટે તૈયાર, આટલો મળશે પગાર?

સ્પાઈસ જેટે દેવાની મુશ્કેલીમાં મુકાયેલી જેટ એરવેઝના એન્જિનિયરો અને પાયલટને નોકરી માટેની ઓફર આપી છે.

તેમાં કંપનીએ જેટના કર્મચારીઓની સામે તેમના પગારથી 30-50% ઓછા પગાર પર નોકરી રાખવાનો પ્રસ્તાવ મુકયો છે. ઘણાં કર્મચારીઓએ સહમતિ આપી છે, જ્યારે ઘણાં કર્મચારીઓને વિશ્વાસ છે કે જેટ એરવેઝની મુશ્કેલી દુર થઈ જશે. તે દરમિયાન જેટના 1100 પાયલટે કામ પર ન જવાનો નિર્ણય કર્યો છે.

 

READ  VIDEO : સુરતના એક શોપિંગ કોમ્પલેક્ષની ગંભીર બેદરકારી યુવકને પડી ભારે

થોડ સમય પહેલા જેટના પાયલટની સામે વર્તમાન પગારમાં 25-30% સુધીનો ઘટાડો અને એન્જિનિયરોની સામે 50% સુધીના ઘટાડાની સાથે નોકરીનો પ્રસ્તાવ મુકયો હતો. ઘણા સમય પહેલા સ્પાઈસ જેટ સહિતની ઘણી એરલાઈન્સ પાયલટ અને એન્જિનિયરોને સારા પેકેજ અને બોનસની સુવિધા સાથે નોકરી પર રાખવા માટે તૈયાર હતી.

એક સિનિયર એન્જિનિયરે સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયામાં નોકરી માટે અરજી કરી હતી. ત્યાં તેમને 1.5 લાખ થી 2 લાખ રૂપિયા પગાર મહિને આપવાની વાત કરી હતી, જ્યારે તેમનો વર્તમાન CTC ચાર લાખ રૂપિયા મહિને છે. આ ઓફરને કોઈ દબાણમાં આવીને સ્વીકાર કરી શકે છે. અમને વિશ્વાસ છે કે કોઈ જેટને ખરીદી લેશે તો અમારા પગાર ફરીથી સુરક્ષિત થઈ જશે.

READ  બિઝનેસ કલાસની ટીકિટ હતી તો પણ આ ખેલાડીને પ્લેનમાં ન ચડવા દીધો, એરલાઈન્સે માગી માફી

 

Surat: CID conducts raid at shop selling fake branded watches | TV9News

FB Comments