ખેડૂતોની પત્ર દ્વારા પાકિસ્તાનને ઓફર, ટામેટા લઈ જાઓ અને PoK આપી દો

પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ સતત વધી રહ્યો છે. લોકોને એક-બે ટામેટા ખરીદવાની ફરજ પડી રહી છે. ટમેટાના ભાવને લઈને પાકિસ્તાનમાં મજાક ઉડી રહ્યી છે. આ સમયે ભારતના ખેડૂતોએ એક ઓફર આપી છે કે ટામેટા લઈ જાઓ અને PoK આપી દો. આ પત્ર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને લખવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   WhatsApp વાપરો છો તો આ વાતનું ખાસ રાખો ધ્યાન, વધી જશે એપની સુરક્ષા

READ  ફરિયાદ કરવા છતા ગૌચરમાં થતુ હતુ ગેરકાયદે ખનન, પંચમહાલથી ગાંધીનગર ઉદ્યોગભવન આત્મવિલોપન કરવા આવેલા 4ની અટકાયત

PoK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેના પર ભારતનો દાવો છે અને સંયુક્ત રાષ્ટ્રમાં કેસ ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પેટલાવદના 150થી વધારે ખેડૂતોએ ઈમરાનખાનને પત્ર લખ્યો છે. તેઓએ 26/11ના હુમલા માટે માફી માગવાની વાત પણ પત્રમાં કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વરસાદના કારણે મેચ રોકાઈ, પાકિસ્તાનની સામે ભારતના 46.4 ઓવરમાં 305 રન

 

ખેડૂતોનું કહેવું છે કે ટામેટાઓ અમે આપીશું તમે પીએકો આપી દો. પેટલાવદના ટમેટાઓ પાકિસ્તાન મોકલવામાં આવતા પણ તણાવની સ્થિતિ બાદ તે ખેડૂતોએ બંધ કરી દીધું છે. પેટલાવદના ટામેટાઓ પાકિસ્તાનમાં પ્રખ્યાત છે અને અહીંયા 450 વધારે ખેડૂતો ટામેટાની જ ખેતી કરે છે. પાકિસ્તાનમાં ટામેટાની કિંમત 400-500 રુપિયા પ્રતિકિલો ચાલી રહી છે.

READ  સ્વિસ બૅંકોમાં કાળુનાણું રાખનારા 11 ભારતીયોને નોટિસ, જાણો કોના કોના નામ છે સામેલ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખેડૂત સંઘના 150 ખેડૂતોએ યુનિયનના લેટરપેડ પર પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનને પત્ર લખ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યો છે.

 

 

Oops, something went wrong.
FB Comments