ઝારખંડ વિધાનસભા ચૂંટણી: ભાજપે ઉમેદવારોનું પાંચમું લિસ્ટ જાહેર કર્યુ

BJP

40 સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર કર્યાના 4 દિવસ પછી ભાજપે બુધવારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પાંચમું લિસ્ટ જાહેર કર્યુ છે. પાંચમાં લિસ્ટમાં ભાજપે 8 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે ચોથું લિસ્ટ 16 નવેમ્બરે જાહેર કર્યુ હતું. ત્રીજા લિસ્ટમાં ભાજપે 15 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

 

READ  આજે સુરત જિલ્લામાં નવા 68 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 2 હજારને પાર

આ પહેલા ભાજપે વિધાનસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોના નામની પણ જાહેરાત કરી હતી. સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિતશાહ, ભાજપ કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ઝારખંડના મુખ્યપ્રધાન રઘુબરદાસનું નામ મુખ્ય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ દિવસે પાકિસ્તાન અને ભારત વચ્ચે થશે છેલ્લું યુદ્ધ, પાકિસ્તાનના રેલ પ્રધાને કરી દીધો દાવો

સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીયમંત્રી અર્જૂન મુંડા, પ્રહ્લાદ જોશી, રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રસાદ, મુખ્તાર અબ્બાસ નકવી, સ્મૃતિ ઈરાની વગેરેના નામ પણ સામેલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં 5 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેની શરૂઆત 30 નવેમ્બરે થશે. છેલ્લા તબક્કાનું મતદાન 20 ડિસેમ્બરે થશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ 23 ડિસેમ્બરે આવશે.

READ  VIDEO: ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટીવ, કુલ 179 કેસ નોંધાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments