કુરાનની વહેચણી કરવાનો ઈરાદો નથીઃ ઋચા પટેલ, મેજિસ્ટ્રેટના આદેશ બાદ હાઈકોર્ટ સુધી જશે

rucha patel

રાંચીના પીઠોરીયાની યુવતીએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ અને સ્થાનિક મેજિસ્ટ્રેટના ચુકાદા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવા બદલ રાંચની ઋચા પટેલ(ભારતી)ને કુરાન વહેચણી કરવાનો આદેશ કરાયો હતો. જો કે મેજિસ્ટ્રેટનો આ આદેશને હજુ સુધી ઋચાએ પૂરો કર્યો નથી. અને હવે ઋચા પટેલ હાઈકોર્ટમાં પોતાની લડાઈને લઈ જવા માગી રહી છે. કોર્ટની સજા બાદ ઋચાએ કહ્યું કે, તેમણે કોઈ અપમાનજનક પોસ્ટ લખી નથી અને કોઈ ધર્મનું અપમાન કર્યું નથી.

READ  રાજ્યના લાખો પેનશનર્સને હાઇકોર્ટની રાહત, સ્કેલ ટુ સ્કેલનો લાભ તમામ પેંશનર્સને મળશે

આ પણ વાંચોઃ કુલભૂષણ જાધવ કેસમાં ICJનો ભારતના પક્ષમાં ચુકાદો, ફાંસી પર રોક લગાવી દેવાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, રાંચીમાં એક સમૂદાયના લોકો દ્વારા સોશિયલ મીડિયામાં થયેલી પોસ્ટને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટથી ધાર્મિક લાગણી આહત થઈ હોવાની વાત સામે આવી હતી. જેને લઈને ફરિયાદ પણ નોંધાઈ હતી. જે બાદ કોર્ટ સુધી મામલો પહોંચતા ઋચાને કુરાનની 5 નકલ વહેચણી કરવા આદેશ કરાયો હતો. પરંતુ પત્રકારો સાથે વાત કરતા ઋચાએ કહ્યું કે, મેં કોઈ ભૂલ કરી નથી. અને હું આ મામેલ હાઈકોર્ટ સુધી જવાની છું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

FB Comments