કોર્ટમાં શર્ટની બાંયો નીચે ઉતારવા મુદ્દે MLA જિગ્નેશ મેવાણી અને મેજિસ્ટ્રેટ વચ્ચે થઈ બોલાચાલી

વડગામ વિધાનસભાના અપક્ષ ધારાસભ્ચ જિગ્નેશ મેવાણી અને મેજિસ્ટ્રેટ વચ્ચે ચાલુ કોર્ટમાં જ શાબ્દિક ચકમક ઝરી હતી. અમદાવાદ ખાતે જિગ્નેશ મેવાણી પોતાના વકીલ સુબોધ પરમાર સાથે શનિવારના રોજ મેટ્રોપોલિટન કોર્ટમાં હાજરી આપી હતી. જિજ્ઞેશ મેવાણી પર રાજધાની એક્સપ્રેસ રોકવાનો એક કેસ ચાલી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 આ પણ વાંચો :   HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ, HSRP વિનાના વાહનચાલકોને ફટકારાશે દંડ

જિગ્નેશ મેવાણીએ કોર્ટરુમમાં પોતાના શર્ટની બાંયો ચડાવેલી હતી. આ જોઈને કોર્ટમાં શિસ્ત જાળવવા માટે જિજ્ઞેશ મેવાણીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બ્રિજેશ કુમારી રાજપૂતે  બાંયો નીચે ઉતારવા કહ્યું હતું. જિજ્ઞેશ મેવાણીએ બાંયો ઉતારવાનું શરુ કર્યું પણ અટકી ગયા હતા અને એવો સવાલ કર્યો હતો કે કોર્ટરુમમાં કોઈ વ્યક્તિએ કેવા કપડા પહેરીને આવવું તે અંગેના નિયમો છે? મેવાણીએ વકીલ અને કાયદાના જાણકાર હોવાછતાં પોતે કોઈ આવા નિયમ વિશે જાણતા નથી એવું પણ કહ્યું. વધુમાં ક્યાં નિયમ મુજબ બાંયો નીચે ઉતારવવા કહેવામાં આવ્યું તે જણાવવા કોર્ટને વિનંતી કરી હતી.

READ  વિશાખાપટ્ટનમની ઘટના બાદ સરકારનો નિર્ણય, ગુજરાતમાં કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા લાગુ થશે નિયમો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બાદ મેજિસ્ટ્રેટ અને મેવાણી વચ્ચે કોર્ટરુમમાં મર્યાદાને લઈને થોડી બોલાચાલી થઈ હતી. જજે મેવાણીને કોર્ટના અનાદર માટે કન્ટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ જારી કરવાની ચેતવણી આપી હતી. મેવાણીના વકીલ સુબોધ પરમારે કહ્યું કે કોર્ટ આ બાબતે નોટિસ આપી શકે અને મેવાણી તેનો જવાબ આપશે. આ મામલે વધુ સુનાવણી 20 સપ્ટેમ્બર પર મુલવતી રાખી છે. જિજ્ઞેશ મેવાણી અને તેની સાથે અમુક લોકોએ રાજધાની એક્સપ્રેસને 20 મિનિટ સુધી આંદોલન કરીને રોકી રાખી હતી. તે બાબતે આરપીએફ દ્વારા દાખલ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

READ  કોરોના સામેના જંગમાં ગુજરાતે મહત્વની સિદ્ધી મેળવી, GBRCએ કોરોનાનું વંશસૂત્ર શોધ્યું

 

Oops, something went wrong.
FB Comments