મોબાઈલમાં નેટવર્ક વગર પણ આરામથી આ કંપનીના યુઝર્સ કરી શકશે વાતચીત

jio-and-airtel-users-can-now-make-vowifi-calls-here-how-to-and-all-you-need-to-know-in-details

જો તમે એરટેલ કે જીયોનું સિમકાર્ડ ઉપયોગ કરો છો તો, તમારા માટે મોટી ખબર છે. કારણ કે, તમે મોબાઈલમાં નેટવર્ક ન હોય ત્યારે પણ ફોન પર આરામથી વાત કરી શકો છો. એરટેલ અને જીયો કંપની પોતાનું VOWiFi એટલે વોઈસ ઓવર વાઈફાઈ સર્વિસ શરૂ કરી છે. જણાવી દઈએ કે, VoLTE એટલે કે, વોઈસ ઓવર LTE દ્વારા કોલિંગ કરી શકો છો. તો જાણો કેવી રીતે VoWiFi અને તેના દ્વારા કેવી રીતે વગર નેટવર્કે કોલિંગ કરી શકો છો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા Let Me Be First કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે, જાણો કેવી રીતે તમે જોડાઈ શકો છો

 

 

આ પણ વાંચોઃ રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમે વિધિવત રિતે ચાર્જ સંભાળ્યો, જાણો કેટલામાં CS છે અનિલ મુકિમ

શું છે VoWiFi?

વોઈસ ઓવર Wifi દ્વારા કામ કરે છે. જેને વોઈસ ઓવર IPO પણ કહેવાય છે. VoWifi દ્વારા તમે હોમ વાઈફાઈ, પબ્લિક વાઈફાઈ અને વાઈફાઈના હોટસ્પોર્ટની મદદથી કોલિંગ કરી શકો છો. ઉદાહરણરૂપે જો તમારા મોબાઈલમાં નેટવર્ક નથી તો, તમે વાઈફાઈ અથવા હોટસ્પોર્ટ દ્વારા ફોન પર આરામથી વાત કરી શકો છો. કારણ કે, વાઈફાઈ દ્વારા તમે ફ્રીમાં વાત કરી શકો છો.

READ  જાણો ભાજપના પ્રવક્તા પર શક્તિ ભાર્ગવે કેમ જૂતું ફેંક્યું, આ કારણથી જ ગુસ્સે ભરાયા છે ભાર્ગવ!

WiFi દ્વારા કેવી રીતે ફોન પર વાત કરી શકો છો?

જો તમને હજુ પણ VoWiFi કોલિંગ સમજવામાં મુશ્કેલી થઈ રહી છે તો, તમે વોટ્સઅપ કોલિંગનું ઉદાહરણ લઈ શકો છો. વોટ્સઅપ દ્વારા કોઈપણ સાથે વાત કરી શકો છો. અને તમારુ બેલેન્સ પણ ઉપયોગ થયું નથી. કારણ કે, વોટ્સઅપ કોલિંગ તમે નેટવર્ક આધારે ઉપયોગ કરી શકો છો. તેવી જ રીતે મોબાઈલ નેટવર્ક વગર કોઈપણ વાઈફાઈ દ્વારા કોલિંગને VoWiFi કોલિંગ કહેવાય છે. આ સુવિધાનો ઉપયોગ ત્યારે જ કરી શકો છો. જ્યારે સ્માર્ટ ફોન WiFi કોલિંગને સપોર્ટ કરતું હશે. સાથે તમારું સિમ કાર્ડ જે કંપનીનું હશે તેના દ્વારા પણ આ સુવિધા આપવામાં આવતી હોવી જરૂરી છે. હાલમાં સેમસંગ ગેલેક્સી નોટ 10 પ્લસ, વનપ્લસ 7 T ફોન પર આ સુવિધા પ્રાપ્ત છે. અને સિમકાર્ડ કંપનીમાં એરટેલ અને જીયો પોતાના ગ્રાહકને આ સુવિધા આપી રહી છે.

READ  NIAની સામે અલગાવવાદી નેતા આસિયાએ સ્વીકાર્યું, કશ્મીરમાં પ્રદર્શન માટે વિદેશમાંથી ફંડ આવતું હતું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments