JIO ગીગા ફાઈબરનું કનેક્શન લેવા જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને પ્લાન

રિલાયન્સની બ્રોડબેન્ડ સર્વિસ જિયો ગીગા ફાઈબર 5 સપ્ટેમ્બરે લોન્ચ થશે પણ કંપનીએ તેના પ્લાનની જાહેરાત કરી દીધી છે. સાથે જ એ પણ જણાવી દીધુ છે કે તેના માટે કેવી રીતે એપ્લાઈ કરવાનું રહેશે. જિયો ગીગા ફાઈબર પ્લાન 700 રૂપિયાથી શરૂ થઈને 10 હજાર રૂપિયા સુધીનો રહેશે.

તે સિવાય જિયોએ એક વેલકમ ઓફર પણ લોન્ચ કરી છે. જેમાં જો કોઈ તે ઓફરને ખરીદશે તો તેને HD કે 4K LED TV અને 4K સેટ-અપ બોક્સ મળશે. લેન્ડલાઈન કનેક્શન પણ ફ્રી થશે. અત્યારે ખરીદવા પર ઈન્સ્ટોલેશન ચાર્જ પણ ચૂક્વવો પડશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Airtel, Vodafone ની હાલત ખરાબ કર્યા પછી શું Jio હવે Flipkart અને Amazonની પણ બગાડશે દશા અને શું ઓનલાઈન માર્કેટમાં લાવશે ક્રાંતિ ?

કેવી રીતે કરશો એપ્લાઈ

જિયો ફાઈબર માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમે તેની વેબસાઈટ પર ત્રણ સ્ટેપ્સમાં રજિસ્ટ્રેશન કરી શકો છો. પહેલા પેજ પર તમારે તમારૂ સરૂનામું આપવુ પડશે. જ્યાં તમારે જિયો ફાઈબર કનેક્શન જોઈએ છે. ત્યારબાદ તમારૂ નામ, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID મેન્શન કરવું પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ટેલીકોમ કંપનીઓને મોટી રાહત, સ્પેક્ટ્રમના પૈસા ચૂક્વવા માટે સરકારે આપ્યો લાંબો સમય

 

 

ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. જેને મેન્શન કર્યા પછી તમારુ રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે. તે નંબર પર જિયોના સેલ્સ રિપ્રેઝન્ટેટિવનો ફોન આવશે. કનેક્શન મેળવવા માટે તમારે આધાર કાર્ડ, વોટર આઈ-ડી, પાન કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈ પણ એક પ્રૂફ આપવુ પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી થયા પછી જો તમારા એરિયામાં જિયો બ્રોડબેન્ડ સર્વિસ ઉપલબ્ધ હશે તો ઝડપી જ એન્જિનિયર તમારા એરિયામાં આવીને બ્રોડબેન્ડ સિસ્ટમને ઈન્સ્ટોલ કરી દેશે. 2 કલાકમાં આ શરૂ થઈ જશે.

READ  અનિલ અંબાણીએ આખરે મોટાભાઈ મુકેશ અંબાણી આગળ હાથ લંબાવ્યો, RComને બચાવવા JIO પાસે માગી મદદ

[yop_poll id=”1″]

રિલાયન્સ જિયોએ કહ્યું કે શરૂઆતમાં ઈન્સ્ટોલેશન ચાર્જ પણ ફ્રી રહેશે. રિફન્ડેબલ સિક્યુરિટી ડિપોઝીટ સિવાય કોઈ પણ એડિશનલ ચાર્જ લાગશે નહી. જિયો ફાઈબર સિવાય એક લેન્ડલાઈન ફોન પણ મળશે, જેનાથી ફ્રીમાં વોઈસ કોલ કરી શકાશે.

આ પણ વાંચો: વરસાદી પાણીના નિકાલ માટે સ્માર્ટ સીટી ધોલેરાએ વિકસાવી નવી સ્માર્ટ ટેકનોલોજી, જુઓ VIDEO

FB Comments