જિયોના ગ્રાહક છો તો આ સુવિધા નહીં મળે હવે ફ્રી, 9 ઓક્ટોબરથી લાગશે ચાર્જ

જિયોના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જિયો પોતાના ગ્રાહકો પાસેથી ઇન્ટરકનેક્ટ યૂસેજ ચાર્જીસ વસૂલશે. આગામી 9મી ઑક્ટોબરથી જિયો દ્વારા અન્ય ઑપરેટમાં કૉલ કરવાનો પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ વસૂલાશે. આ નિર્ણય ટેલિકૉમ રૅગ્યુલેટરી ઑથોરિટીની ઝીરો ટર્મિનેશન ચાર્જની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે જેની સમય મર્યાદા જાન્યુઆરી 2020 છે. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  VIDEO: ખરાબ રસ્તાને કારણે વાહનચાલકે ટોલટેક્સ ભરવાનો કર્યો ઇન્કાર, કહ્યું ‘પહેલા રસ્તા બનાવો પછી ટેક્સ ઉઘરાવો’

જોકે, જિયોથી જિયો થતાં કૉલ નિશુલ્ક રહેશે, જિયોમાં આવતાં તમામ ઇનકમિંગ કૉલ નિશુલ્ક રહેશે અને જિયોથી લૅન્ડલાઇન પર નિશુલ્ક કૉલ થશે. આ સાથે જિયો મોબાઇલ નેટવર્ક પરથી વોટ્સએપ અને ફેસટાઇમ પર કરવામાં આવતાં કૉલ પણ નિશુલ્ક જ રહેશે. કંપનીના જણાવ્યા મુજબ આ નિશુલ્ક સેવા બદલ કંપનીએ અન્ય ઑપરેટરોને છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 13,500 કરોડ ચુકવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  તમને ખબર હોય કે ના હોય પણ દૂનિયામાં સૌથી સસ્તું ઈન્ટરનેટ ભારતમાં મળે છે, ઝિમ્બાબ્વેમાં 1GB ડેટા માટે ચૂકવવા પડે છે 5 હજાર રુપિયા !

 

 

Oops, something went wrong.
FB Comments