VIDEO: જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોને મળી મોટી સફળતા, કઠુઆમાંથી 40 કિલો RDX જપ્ત

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી સીમા પર હલચલ વધી ગઈ છે. આતંકીઓ સતત કાશ્મીર ઘાટીમાં આતંકી હુમલાઓ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે આજે આતંકીઓના એક નાપાક ષડયંત્રને નિષ્ફળ કરી દેવામાં આવ્યુ છે.

જમ્મૂ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાંથી 40 કિલો RDX જપ્ત થયુ છે. મોટી માત્રામાં RDX મળ્યા પછી કહેવામાં આવ્યુ છે કે વિસ્તારમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર હતુ. આ પહેલા સાંબા અને કઠુઆ જિલ્લામાં આતંકી હુમલાની આશંકાને લઈ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આતંકીઓ તરફથી સાંબા અને કઠુઆ સહિત ઘણા જિલ્લામાં મોટા આતંકી હુમલાની શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મેરીટમાં આવે તે IAS અને IPS બને છે, જે ત્રણ વખત નાપાસ થાય તે મંત્રી બને છે: નીતિન ગડકરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જમ્મૂ ક્ષેત્રના IGP મુકેશસિંહે જાણકારી આપી કે 1 વર્ષમાં કિશ્તવાડમાં 4 આતંકી ઘટનાઓ થઈ છે. કિશ્તવાડ પોલિસ, CRPF અને ભારતીય સેનાની ટીમ દ્વારા સતત મદદના પ્રયત્નોથી એક વર્ષમાં આ મામલાને સફળતાપૂર્વક હલ કરી દેવામાં આવ્યો છે.

READ  1 એપ્રિલથી શરુ થનારા નવા નાણાકીય વર્ષ સાથે આ 5 વસ્તુ થઈ જશે મોંઘી!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments