JNUમાં નવી એડમિશનની પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓનો હંગામો, VCએ કહ્યું મારા ઘરમાં ઘૂસીને વિદ્યાર્થીઓએ મારી પત્નીને બંધક બનાવી

દિલ્હી ખાતે હંમેશા વિવાદોમાં રહેતી જેએનયુમાં ફરી એક ઘટના બની છે. કોલેજમાં નવી એડમિશન પોલીસીને લઈને કેટલાંક વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે.

સાત દિવસથી નવી એડમિશન પોલીસીની વિરુદ્ધમાં અમુક વિદ્યાર્થીઓ ઉપવાસ પર બેઠા હતા. આજે આ વિદ્યાર્થીઓ વાઈસ ચાન્સેલરના બંગ્લોઝ સુધી માર્ચ નીકાળી હતી. જાણવા મળી રહ્યું છે વીસીના ઘરમાં જવાને લઈને વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ ગયી હતી.

આ ઝપાઝપી બાદ વીસીએ પ્રતિક્રિયા આપી કે વિદ્યાર્થીઓ જબરદસ્તી કરીને ઘરમાં ઘૂસી આવ્યા અને તેમની પત્નીને બંધક બનાવી લીધી. કેટલીક ખબરો એવી પણ આવી રહી છે પથ્થરમારાઓની પણ ઘટના બની છે. આ ઘટનાને લઈને જેએનયુના વાઈસ ચાન્સેલરે ટ્વિટ પણ કર્યું છે.

આ મામલે દિલ્હી પોલીસે મોરચો સંભાળ્યો છે અને હાલ તેમણે પણ પરિસ્થિતિ થાળે પડી હોવાનું નિવેદન આપ્યું છે.

દિલ્હી પોલીસે આ મામલે કહ્યું કે આજે જેએનયુમાં વીસીના બંગલા સુધી માર્ચનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને ઘરમાં ઘૂસવાની કોશિશ કરી હતી. સુરક્ષા કર્મચારીઓએ તેમને રોક્યા હતા. હાલ મોટાભાગના વિદ્યાર્થીઓને હોસ્ટેલ પરત મોકલી દેવાયા છે અને તો કેટલાક લોકો ત્યાં જ રોકાયેલા છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. નવી પ્રવેશ પ્રક્રિયાના નિયમને લઈને વિદ્યાર્થીઓ અને કોલેજ પ્રશાસન હાલ આમને-સામને છે.

Surat: 430 shops of Marvella Business Hub, sealed over lack of fire safety measures| Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

ઉત્તરપ્રદેશ ભાજપની મહિલા નેતાથી કંટાળીને અમદાવાદ ભાજપની મહિલા મોરચાની કાર્યકરે કરી આત્મહત્યાની કોશિશ

Read Next

કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીની આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં અધધધ 140 ટકાનો વધારો થયો, ચૂંટણી પંચના એક નવા નિયમ પર નેતાઓની માહિતી આવી રહી છે સામે

WhatsApp પર સમાચાર