અમદાવાદ YMCA ક્લબ ખાતે જોન જીવર્ગીસના પુસ્તક ‘પુરૂષાર્થની પરિક્રમા’નું કરાયું વિમોચન

જોન જીવર્ગીસનું પુસ્તક ‘પુરૂષાર્થની પરિક્રમા’નું વિમોચન તાજેતરમાં અમદાવાદના YMCA ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં.

જ્યારે સ્વામીશ્રી આધ્યાત્માનંદજી, ગુજરાત યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડયા અને ટેક્સ કન્સલટન્ટ મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.આ પુસ્તકનું આલેખન ગુજરાતના જાણીતા લેખીકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં YMCA ક્લબના સંસ્થાપક અને ઉદ્યોગકાર તેમજ સમાજસેવી જોન જીવર્ગીસની જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે જોન જીવર્ગીસ વર્ષો પહેલા કેરાલાથી અમદાવાદ આવ્યા હતાં

જોન જીવર્ગીસે ગુજરાતને તેમની કર્મભૂમી બનાવીને મલ્ટીબિઝનેસ તેમજ સમાજસેવાના કાર્યો અવિરતપણે કર્યા છે. હાલમાં પણ તેઓ શિક્ષણ, ઇલેક્ટ્રોનીક્સ બિઝનેસ, ક્લબ, ધાર્મિક સંસ્થાઓ સહિતની જગ્યાઓ પર એક્ટિવ છે. ત્યારે કઇ રીતે જોન જીવર્ગીસે શૂન્યમાંથી સર્જન કર્યુ સાથે જ તેમના મૂલ્યોને પણ વળગી રહ્યાં તેમના તે પૂરૂષાર્થની કહાણી આ પુસ્તક ‘પુરૂષાર્થની પરિક્રમા’ માં વર્ણવવામાં આવી છે.

Arrangements in place for vote counting, security tightened at L.D college in Ahmedabad- Tv9

FB Comments

Hardik Bhatt

Read Previous

વાતાવરણમાં બદલાવના લીધે આ વખતે તમને કેરી મોડી ખાવા મળશે, ભાવમાં પણ થશે વધારો

Read Next

ભરુચ શહેરના પારસીવાડ વિસ્તારમાં ફિરોઝ ગાંધીની મિલકત હોવાના પુરાવા મળ્યા, સ્થાનિક પારસી લોકોએ વધુ તપાસ હાથ ધરી

WhatsApp chat