ગિરનારની પરિક્રમાનો શુભારંભઃ નિયત સમય પહેલા પરિક્રમા શરૂ કરવી પદયાત્રીઓને ભારે પડી

આજથી પવિત્ર ગિરનારની પરિક્રમાનો શુભારંભ થયો છે. લાખો પદયાત્રીઓ પરિક્રમાના શ્રીગણેશ કર્યા છે. પણ આ પરિક્રમા તેના નિયત સમય પહેલાં શરૂ કરવાનું અમુક પદયાત્રીઓને ભારે પડી ગયું. આ પદયાત્રીઓએ નિયત સમય પહેલાં જ ગિરનાર સેન્યુરીમાં પ્રવેશ કર્યો. જેથી પદયાત્રીઓ વિરુદ્ધ વનવિભાગે લાલ આંખ કરી દંડ ફટકાર્યો છે.

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. 36 કિલોમીટરની આ પરિક્રમામાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉમટે છે. જેમાં બાળકોથી લઇને ઘરડાઓ સુધીના ભાવિકો ભાગ લે છે. ગિરનાર પર્વત અને ગીરનારની પરિક્રમાનું પૌરાણીક મહત્વ રહેલું છે. પુરાણો અનુસાર ગિરનાર પર્વત પહેલા રેવતાલય તરીકે ઓળખાતો હતો. આ પર્વતમાં 33 કરોડ દેવતાઓ વાસ કરે છે. કહેવાય છે કે, ગિરનારની પવિત્ર પરિક્રમા કરવાથી સારૂ ફળ મળે છે અને આત્મા પવિત્ર થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ટ્રાફિક જાગૃતિ માટે રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ, જુઓ VIDEO

પવિત્ર પરિક્રમા મહાભારતના સમયમાં ભગવાન કૃષ્ણ, રૂક્ષ્મણી, સુભદ્રાજી તથા અર્જુને કરી હતી, ત્યાર બાદ સમયાંતરે ગિરનાર પરિક્રમાનું આયોજન કરાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે પરિક્રમાનો લાભ લે છે. સામાન્ય રીતે આ પરિક્રમાં 4 દિવસ ચાલે છે, જો કે કેટલાક લોકો 1-2 દિવસમાં પણ પરિક્રમાં પૂર્ણ કરે છે. પરિક્રમા દરમિયાન કેટલીક સેવાભાવી સંસ્થાઓ ચા-પાણી તથા અન્નક્ષેત્ર ચલાવે છે.

READ  Policeman attacked by unknown man who came to meet jail inmate, Junagadh


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments