
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ માવઠાની અસર મધ્ય ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતો. વડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો.
આ પણ વાંચો: VIDEO: શું ફરીથી પડશે ધોધમાર વરસાદ? અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ
ભાખરવડ, માતરવણીયા, વીરડી, વડીયા, સહીત ગામોમાં વરસાદ થયો છે. વધુ એકવાર કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળું અને ચોમાસું બંને પાક બગડ્યા બાદ હવે આ કમોસમી વરસાદ શિયાળું પાક પણ બગાડે તેવું લાગી રહ્યું છે. જૂનાગઢના કેશોદમાં વાતાવરણ પલટાયું છે. ઠંડા પવનો સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. માવઠાએ સર્જેલા આ વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતા વધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો