BJPના મોટા નેતાએ રાહુલ ગાંધી વિશે એવું તો શું કહી દીધું કે Twitter પર થઈ રહ્યાં છે troll?

ભાજપના મોટા નેતા કૈલાશ વિજયવર્ગીયે એક વિવાદિત ટ્વીટ કરી જેની ચારેયબાજુ આલોચના થઈ રહી છે. આડકતરી રીતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિશાનો તાકતા વિજયવર્ગીયે કહ્યું કે,

“વિદેશી સ્ત્રીથી ઉત્પન્ન થયેલું સંતાન ક્યારેય દેશહિત અને રાષ્ટ્રપ્રેમનું અનુસરી ન શકે.”

આ ટ્વીટ બાદ કૈલાશ વિજયવર્ગીયને ખૂબ આલોચના થઈ અને ત્યારબાદ તેમણે તરત તે ટ્વીટ ડિલીટ કરી દીધી.

કૈલાશ વિજયવર્ગીયની આ ટ્વીટ યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના દીકરા રાહુલ ગાંધીથી જોડીને જોવામાં આવી રહી છે. સોનિયા ગાંધી વિદેશી મૂળની મહિલા છે, અને તે ઈટાલીમાં રહેતી હતી. રાજીવ ગાંધી સાથે લગ્ન થયા બાદ તે ભારત આવ્યા. ત્યારબાદ સોનિયાએ પાર્ટી સંભાળી અને કેટલાંયે વર્ષો સુધી અધ્યક્ષ પદ પર રહ્યાં.

ટ્વીટ કરવાના થોડા સમય બાદ જ કૈલાશ વિજયવર્ગીયની આલોચના થઈ અને ટ્વીટ ડિલીટ કરી દીધી.

કોંગ્રેસ પાર્ટીની નેતા રિતિકા ખેડાએ વિજયવર્ગીયની ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું,

“આવું બોલવાનું ચાલુ જ રાખજો. આમ પણ દરરોજ દેશની જનતાને બીજેપીના લોકો પોતાની ચાલ-ચલગત અને ચારિત્ર્ય દેખાડતા રહે છે. હજી તો માત્ર 5 રાજ્યોમાં 0/5 મળ્યું છે, થોડા મહિનાઓની જ વાત છે બસ હવે, દેશની જનતા બહુ સારી રીતે જવાબ આપશે.”

આ પણ વાંચો: કોંગ્રેસને માત્ર એ 3000 ફોન કૉલ્સે અપાવી જીત! જાણો કોણે કોને અને કેમ કર્યાં હતા એ કૉલ્સ?

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

કૈલાશ વિજયવર્ગીય પહેલેથી જ પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. આ પહેલા પણ તેઓ એવા કેટલાક નિવેદનો આપી ચૂક્યા છે જેના પર બબાલ થઈ ચૂકી છે. શાહરૂખ ખાન પોતાની ફિલ્મના પ્રચાર માટે ટ્રેનથી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે પણ ટ્વીટ કરી હતી,

“જો દાઉદ ઈબ્રાહિમ પણ રસ્તા પર આવી જાય તો તેને જોવા માટે પણ ભીડ જમા થઈ જાય છે. તમે ભીડ ઉપરથી કોઈની લોકપ્રિયતા ના માપી શકો.”

ભાજપ નેતા શત્રુદ્ન સિંહા, ટીવી પત્રકાર અક્ષય સિંહ, આમિર ખાન અને મહાત્મા ગાંધીથી લઈને નિર્ભયા કાંડ પર તેઓ અસંવેદનશીલ નિવેદનો આપી ચૂક્યા છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Narmada dam water level increased by 24 centimeters in last 24 hours | Tv9GujaratiNews

 

FB Comments

TV9 Web Desk3

Read Previous

જયારે રસ્સીખેંચની રમત રમતાજ વિદ્યાર્થીનું થયું મોત, જુઓ VIDEO

Read Next

BOLLYWOODના સંબંધોનું કેટલું જ્ઞાન છે તમને? QUIZ Challenge

WhatsApp પર સમાચાર