VIDEO: વડોદરામાં પાણીના નળમાંથી ચા? શહેરના પશ્ચિમ વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો હેરાન

kala-pani-barodians-getting-water-neither-drinkable-nor-usable-for-household-chores

વડોદરાના આ નળમાંથી આવતા ગંદા પાણીથી લોકો રોષે ભરાયા છે. જે પ્રકારનું પાણી આવી રહ્યું છે તે, ખરેખર પીવાલાયક જ નથી. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં તો દૂષિત પાણીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. મેયર જીગીશા શેઠના વોર્ડમાં જ આવું ગંદુ પાણી આવતું હોય તો લોકો કોને ફરિયાદ કરે ? જે દુશ્યો જોવા મળ્યા તેનાથી અંદાજો લગાવી શકો છો કે, હરિઓમનગરના લોકોની શું દશા થતી હશે? આ દુશ્યોને જોઈએ તો, એકસમયે વિચારમાં પડી જવાય કે, નળમાંથી ક્યાંય પાણીની જગ્યાએ ચા તો આવતી નથી ને..? આ પાણી સહેજ પણ પીવાલાયક નથી.

READ  રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ પોલીસની કામગીરી શરૂ, છારાનગરમાં બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યા, જુઓ VIDEO

આ પણ વાંચોઃ અજીત પવાર પર EDના કેસથી લઈ નાયબ મુખ્યમંત્રી બનાવવા મુદ્દે અમિત શાહે પ્રથમ વખત આપ્યા દમદાર જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ દૂષિત પાણી પરથી સીધો સવાલ ઉઠે છે કે, શું તંત્રના અધિકારી અને ખુદ મેયરને આ દુશ્યો નથી દેખાતા. લોકોની ફરિયાદ પ્રમાણે છેલ્લા 6-6 મહિનાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો શું તંત્ર તેમની રજૂઆતો પર કોઈ કાર્યવાહી કરતું જ નથી. સમસ્યાનો ઉકેલ આવતો જ નથી તો, આખરે તંત્રના અધિકારીઓ પાણીના નમૂના લઈને કરે છે શું ? આવું ગંદુ પાણી પીવાથી લોકો બીમાર પડે તો તંત્ર તેની જવાબદારી લેશે ખરા ? અને જો તંત્ર જવાબદારી લેવા તૈયાર ન હોય તો આખરે કેમ લોકોને આવું ગંદુ પાણી અપાય છે ?

READ  Surat : Two groups clash over business rivalry - Tv9 Gujarat


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments