અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મૂકાયેલા પાણીના મશીન બંધ રહેતા મુસાફરોને મુશ્કેલી

કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ, અદ્યતન સુવિધાની વાતો તમને યાદ હશે. પણ તમને ખબર છે કે, આ જ રેલવે સ્ટેશન પર પાયાની સુવિધાને લઈ મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. પાણીની સુવિધા માટે મૂકવામાં આવેલા મશીનો બંધ છે. મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખી 5 રૂપિયામાં એક લીટર પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ છતાં મુસાફરોને 20 રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. IRCTCએ મુકેલા RO યુક્ત પાણીના મશીન બંધ હોવાથી મુસાફરોને સસ્તા અને સારા પાણીની હેરાની ઉઠાવી પડી રહી છે.
અદ્યતન સુવિધા સાથેના RO પાણીના મશીન રેલવે વિભાગ અને IRCTC દ્વારા મુસાફરોની સવલત માટે મુકવામા આવ્યા છે. જેથી મુસાફરોને જે એક લીટર પાણીની બોટલ માટે 20 રૂપિયા અને રેલવે સ્ટેશન પર રેલવે નીરની પાણીની બોટલ 15 રૂપિયામાં મળે છે. તેની સામે આ મશીનની મદદથી મુસાફરોને તે જ એક લીટર પાણી અને RO ફિલ્ટર પાણી 5 રૂપિયામાં મળી શકે. જોકે મશીન પર સ્ટીકર મારી દેવાયા કે, મશીન બંધ હાલતમાં છે. જેના કારણે મુસાફરોને 15 અને 20 રૂપિયામાં એક લીટર પાણી ખરીદવું પડે છે. અથવા તો રેલવે સ્ટેશન પર રહેલા પાણીની પરબ કે, જ્યાં લોકો પાણી ઓછું પીવે અને હાથ-મોં વધુ સાફ કરશે. ત્યાંથી પાણી ભરવું પડે છે. જેથી મુસાફરો પણ રેલવેની આ બંધ પડેલી પાણીની સુવિધા થી નારાજ જોવા મળ્યા.
રેલવે સ્ટેશન પર કુલ 10 મશીન રાખવામાં આવ્યા છે. 
એક મશીનની અંદાજે કિંમત 10 લાખ રૂપિયા છે.
કેટલાક મશીન ચાલુ હોવાનો અધિકારીઓ કરી રહ્યા છે દાવો
રેલવે અને IRCTC દ્વારા પ્રયાસ કરાયો છે કે, મુસાફરોની RO ફિલ્ટરનું ઓછા TDS અને ગુણવત્તાવાળું પાણી મળી શકે. જે માટે IRCTC દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરીને કાલુપુર રેલવે સ્ટેશન પર 10 વોટર વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. જેમાંથી જ મુસાફરો 1 લીટર પાણી 15 અને 20ના બદલે 5 રૂપિયામાં મેળવી શકે. સાથે જ અલગ અલગ એમએલ અને લીટરને લઈને કિંમત પણ રાખવામાં આવી છે.
તમામ પ્રક્રિયા એટીએમની જેમ રોકડ રૂપિયા મશીનમાં નાખવાથી થશે. કાલુપુર રેલવે સ્ટેશન પર IRCTCએ ટેન્ડર બહાર પાડીને આ કામગીરી એક સંસ્થાને સોંપી છે. જેમાં 10 મશીન લગાવવામાં આવ્યા છે. જેમાં એક મશીનની કિંમત 5થી 6 લાખ રૂપિયા માનવામાં આવી રહી છે. જોકે મશીન બંધ હોવાના કારણે મુસાફરો તેનો લાભ લઇ શકતા નથી. જોકે અધિકારો દ્વારા 10માંથી કેટલીક મશીન ચાલુ હોવાનું કહીને અન્ય મશીન ચાલુ કરશે તેવી ખાત્રી અપાઈ છે. માત્ર કાલુપુર રેલવે સ્ટેશન પર વોટર વેન્ડિંગ મશીન બંધ છે. સાબરમતી રેલવે સ્ટેશન પર પણ લગાવવામાં આવેલ વોટર વેન્ડિંગ મશીન પણ બંધ હાલતમાં છે. જેથી હાલ રેલવેની શુદ્ધ પાણી આપવાની સુવિધા ખોરંભે ચડી છે. અને મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે જરૂરી છે કે, રેલવે અને IRCTC આ મામલે પૂરતું ધ્યાન આપે. જેથી મુસાફરો માટે ઉભી કરાયેલી સુવિધા મુસાફરો સુધી પહોંચી રહે.
FB Comments
READ  અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વધુ એક ખાનગી તેજસ ટ્રેન, જુઓ VIDEO
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192